Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના સેમિકન્ડક્ટર હબમાં રાજકોટની એન્ટ્રી:સ્વદેશી ફેબલેસ ટેક્નોલોજીથી આત્મનિર્ભર ભારતને મળશે નવી ગતિ, ડેટા સુરક્ષા તેમજ ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને મળશે મજબૂતી

    21 hours ago

    વડાપ્રધાન મોદીના વિઝનથી ગુજરાતનું સાણંદ, ધોલેરા અને સુરત દેશનું સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે, ત્યારે રાજકોટની એક કંપનીએ સ્વદેશી ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલ વિકસાવીને આ ક્રાંતિમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આગામી ઓગસ્ટ 2026 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરવા જઈ રહેલી આ કંપનીને રૂ. 12,50,000 થી વધુની સરકારી સહાય મળી છે. ચીનથી આયાત થતા 1 કરોડ કરતા વધુ મોડ્યુલ્સમાં રહેતા ડેટા સુરક્ષાના જોખમો સામે રાજકોટનું આ બે રૂપિયાના સિક્કા જેવડું 18.5 × 29.5 મિલીમીટરનું નાનું મોડ્યુલ ક્લાઉડ પર 4,000,000 થી વધુ રેકોર્ડ્સ સુરક્ષિત રાખીને દેશને આત્મનિર્ભર બનાવશે. આયાતી ચીજવસ્તુઓ દેશની ઇકોનોમી પર મોટો બોજ બને છે રાજકોટની આ જાણીતી કંપનીના ફાઉન્ડર અને ડાઇરેક્ટર ચિંતન મહેતા ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ લાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે. તેઓ જણાવે છે કે દર વર્ષે ભારતમાં વિદેશોમાંથી, ખાસ કરીને ચીનથી 10,000,000 થી વધુ ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલ્સની આયાત કરવામાં આવે છે. આ આયાતી ચીજવસ્તુઓ દેશની ઇકોનોમી પર મોટો બોજ બને છે. સુરક્ષા જોખમને ટાળવા માટે ભારતમાં જ સ્વદેશી ફેબલેસ મોડ્યુલ્સ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ આયાતી મોડ્યુલ્સમાં, ખાસ કરીને ચીનથી આવતા 'બ્લેક બોક્સ' મોડ્યુલ્સમાં ડેટા સુરક્ષાનો એક ગંભીર પડકાર હંમેશા ઊભો રહે છે. આ વિદેશી ડિવાઇસનો ઉપયોગ કરવાથી ગ્રાહકોનો મહત્વનો ડેટા કયા દેશના કયા સર્વરમાં જમા થાય છે તે જાણી શકાતું નથી. આ સુરક્ષા જોખમને ટાળવા માટે ભારતમાં જ સ્વદેશી ફેબલેસ મોડ્યુલ્સ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. કંપનીએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં અલગ-અલગ જરૂરિયાતો મુજબ 5,000થી વધુ સ્માર્ટ ડિવાઇસ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી દીધા છે. આ ડિવાઇસની મદદથી હાલમાં ક્લાઉડ પ્લેટફોર્મ પર 4,000,000થી વધુ ડેટા રેકોર્ડ્સ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે ગ્રાહકોના વિશ્વાસ અને ટેક્નોલોજીની સફળતાને સાબિત કરે છે. પ્રોટોકોલ મુજબ 5-6 પ્રકારના મોડ્યુલ્સ બજારમાં લોન્ચ કરાશે આગામી ઓગસ્ટ 2026થી કંપની વૈશ્વિક સ્તરે આ પ્રોડક્ટ્સનું મોટા પાયે કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા માટે પુરેપુરી સુસજ્જ બની ગઈ છે. ઇન્ડસ્ટ્રીના નિયત પ્રોટોકોલ મુજબ ટૂંક સમયમાં 5થી 6 પ્રકારના અદ્યતન મોડ્યુલ્સ બજારમાં લોન્ચ કરાશે, જેનો મુખ્ય ધ્યેય વ્યાજબી કિંમતે ગ્રાહકોને સર્વોત્તમ ક્વોલિટી પૂરી પાડીને નિકાસ વધારવાનો છે. ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલનું કદ બે રૂપિયાના સિક્કા કરતાં સામાન્ય મોટું આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કંપનીને રૂ. 1,250,000 થી વધુની વિવિધ ગ્રાન્ટ અને સબસિડીનું મજબૂત પીઠબળ મળ્યું છે. જેમાં i-Hub ગુજરાત તરફથી રૂ. 2,50,000 ની સૃજન ગ્રાન્ટ અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ. 10,00,000 રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે. ટેક્નોલોજીની દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી એવા આ ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલનું કદ માત્ર 18.5 × 29.5 મિલીમીટર જ છે, એટલે કે તે બે રૂપિયાના સિક્કા કરતાં સામાન્ય મોટું છે. આટલું નાનું કદ ધરાવતું હોવા છતાં તે અદ્યતન પ્રોસેસર, વાયરલેસ એન્ટેના અને સેન્સર્સથી સજ્જ છે, જે ઔદ્યોગિક ઉપકરણોમાં કામ કરશે. કંપનીનું ભવિષ્યનું મુખ્ય લક્ષ્ય ભારતમાં જ 'વર્ટિકલી એમ્બેડેડ ટુ ક્લાઉડ સિસ્ટમ' (Vertically Embedded to Cloud System) નું સંપૂર્ણ ડેવલપમેન્ટ, ટેકનિકલ સપોર્ટ અને કંટ્રોલ પૂરો પાડવાનું છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) રાજકોટ દ્વારા પણ આ પ્રોજેક્ટ માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) રજિસ્ટ્રેશન અને પ્રદર્શનો માટે સબસિડી આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Agra Cantt incident: RPF personnel suspended after viral video of clash with Deputy Station Superintendent
    Next Article
    રાકેશ અમૃતિયાની સ્પીચના ત્રણ દિવસમાં ખાણ-ખનીજની રેડ:મોરબીના ટીંબડીમાં રાજ્યમંત્રીના ભાઈની ડેલ્ટા સ્ટોન ક્રશર પર રજાના દિવસે તપાસ, જેતપુર ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment