Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી વિસ્તારમાં કારચાલક બાઇકને ટક્કર મારી:બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો, અકસ્મતા સર્જીને કારચાલક ફરાર; પોલીસ દોડી આવી

    1 day ago

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગત(11 જુલાઈ) મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કારચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવારમાં ખસેડાયો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. જાણ મળતા જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્મતા સર્જીને કારચાલક ફરાર બીજી તરફ, ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા કારચાલકની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બાઇકની સીટ નીચેથી 250 ગ્રામ ચરસના જથ્થા સાથે શખ્સ દબોચાયો:એક વોન્ટેડ, નંબર પ્લેટ પણ બેગમાં છુપાવી રાખી; બિહારથી નશીલો પદાર્થ લાવીને વડોદરામાં વેચતો
    Next Article
    અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા:હિંમતનગર રેલવે સ્ટેશન પર 70થી વધુ મુસાફરો રઝળ્યા, અગાઉથી જાણ ન કરાતા રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment