Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિલિવરી એજન્ટ જબરદસ્તી ઘરમાં ઘૂસ્યો, પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા:બેંગલુરુની મહિલાનો આરોપ- ના પાડવા છતાં વોશરૂમમાં ગયો, અશ્લીલ હરકત કરી; આરોપીની ધરપકડ

    2 days ago

    બેંગલુરુમાં ફ્લિપકાર્ટના એક ડિલિવરી એજન્ટની મહિલા સાથે અશ્લીલ હરકત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ વિજય મલ્લિકાર્જુન કામત તરીકે થઈ છે. મહિલાએ જણાવ્યું કે ડિલિવરી એજન્ટ પાર્સલ આપવા તેના ઘરે આવ્યો હતો. મહિલાએ કહ્યું- હું ઘરમાં એકલી હતી. ડિલિવરી એજન્ટે પાર્સલ આપ્યા પછી વોશરૂમ વાપરવાની મંજૂરી માગી, પરંતુ મેં તેને ઘણી વાર ના પાડી. મેં તેને કહ્યું કે તે કોઈ પાડોશી પાસેથી મદદ લઈ શકે છે. આમ છતાં આરોપીએ ચંપલ ઉતારીને જબરદસ્તી ફ્લેટની અંદર ઘૂસી ગયો. મહિલાનો આરોપ છે કે વોશરૂમમાંથી બહાર આવ્યા પછી આરોપીએ તેના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા અને અશ્લીલ હરકત કરી. મહિલાએ વોશરૂમમાંથી બહાર નીકળતી વખતે ડિલિવરી એજન્ટનો વીડિયો પણ બનાવ્યો જેમાં તેની પેન્ટની ઝિપ ખુલ્લી દેખાઈ હતી. ઘટનાના બે વિઝ્યુઅલ્સ- મહિલા બોલી- પોતાના જ ઘરમાં અપમાનિત અનુભવ થયો, આઘાતમાં હતી બેંગલુરુમાં પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે 1. એપ્રિલ 2026: ડિલિવરી એજન્ટ પર મારપીટ અને યૌન શોષણનો આરોપ બેંગલુરુના તિરુમલાશેટ્ટીહલ્લી વિસ્તારમાં 28 વર્ષની મહિલાએ શેડોફેક્સ કંપનીના ડિલિવરી એજન્ટ પર મારપીટ, યૌન શોષણ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાનો આરોપ હતો કે એપાર્ટમેન્ટના ગેટ પર થયેલા વિવાદ દરમિયાન એજન્ટે તેની સાથે મારપીટ કરી, અશ્લીલ હરકત કરી અને કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 2. ઓક્ટોબર 2025: બ્રાઝિલિયન મોડેલ સાથે છેડતીનો મામલો બેંગલુરુના આરટી નગરમાં બ્લિંકિટના એક ડિલિવરી એજન્ટને 21 વર્ષની બ્રાઝિલિયન મોડેલ સાથે છેડતીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ઓર્ડર આપતી વખતે એજન્ટે તેને ખોટી રીતે સ્પર્શ કરીને અશ્લીલ હરકત કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પહેલી વન-ડે- વેસ્ટ ઇન્ડીઝે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું:19 વર્ષના વિટાલ લોયસને ડેબ્યૂ મેચમાં 3 વિકેટ; હોપ-કાર્ટીમાં સદીની ભાગીદારી
    Next Article
    SMCના ભ્રષ્ટાચારના કાદવે સુરતને ડુબાડ્યું:એસી ચેમ્બરમાં બેસી પ્રિ-મોન્સૂન કામગીરી કાગળ પર બતાવનારા અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટરોના પાપે બમરોલીની ગટરો ચોકઅપ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment