Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તા ધોવાયા!:ખાડારાજથી નગરજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા, પાલિકા ખાડાઓ પૂરવાની કામગીરી કરશે

    8 hours ago

    ગોધરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેનાથી નગરજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા પોલન બજાર, સ્ટેશન રોડ, ગીદવાની રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ, લાલબાગ, જૂના બસ સ્ટેન્ડ રોડ, સિગ્નલ ફળિયા અને શેખ મજાવર રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગો પર વાહન ચલાવવું જોખમી બન્યું છે. આશ્ચર્યજનક રીતે, ગત વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે બનેલા ડામર રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં નગરપાલિકાની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. માત્ર એક જ વર્ષમાં રસ્તાઓ તૂટી જવાથી લોકોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વિવાદ વકરતા નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવા માટેની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને વહેલી તકે મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના 2,639 ખેડૂતોને મગફળી બિયારણ સહાય:NMEO યોજના હેઠળ ₹4.27 કરોડથી વધુનું વિતરણ, ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન
    Next Article
    Noida के नाले में गिरने से Engineer Aryan की जान गई! Noida Rain | waterlogging | Engineer Death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment