Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના 2,639 ખેડૂતોને મગફળી બિયારણ સહાય:NMEO યોજના હેઠળ ₹4.27 કરોડથી વધુનું વિતરણ, ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન

    9 hours ago

    પોરબંદર જિલ્લાના 2,639 ખેડૂતોને કેન્દ્ર સરકારની NMEO–Oilseeds (નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ–ઓઇલસીડ્સ) યોજના હેઠળ ₹4.27 કરોડથી વધુ મૂલ્યનું પ્રમાણિત મગફળી બિયારણ વિતરિત કરવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને કુલ 3,750 ક્વિન્ટલ પ્રમાણિત મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવાનો છે, જેથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય અને દેશ ખાદ્ય તેલ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે. ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, પ્રમાણિત બિયારણના ઉપયોગથી વધુ અંકુરણ, સારી ગુણવત્તા અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે, જેના પરિણામે ખેડૂતોને આર્થિક લાભ મળે છે. જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જોસ બટલરે માત્ર 51 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી:ઇંગ્લિશ ટીમે 16 ઓવરમાં 209 રન ફટકાર્યા; વૈભવને આજની મેચમાંથી બહાર કર્યો
    Next Article
    ગોધરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તા ધોવાયા!:ખાડારાજથી નગરજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા, પાલિકા ખાડાઓ પૂરવાની કામગીરી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment