Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિવ ઈનમાં રહેતા પ્રેમીપંખીડાએ ઝેર પીધું:હળવદના રણમલપુરની સીમમાં ઝેર ગટગટાવ્યું, યુવતીનું મોત અને યુવક સારવાર હેઠળ; પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈની ધમકી

    2 days ago

    કચ્છના રાપર ગામેથી ભાગીને મૈત્રી કરાર કરનાર પ્રેમી યુગલે પરિવારજનોના ડરથી હળવદના રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હળવદ તાલુકાના ડુંગરપુર ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા ભાઈએ બહેન અને બહેનના પતિ પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરિવાર લેવા આવશે એવા ડરે પગલું ભર્યુ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૂળ પાટણ જિલ્લાના બામરોલી ગામના વતની અને હાલ રાપરની પ્રાગપર ચોકડી પાસે શાકમાર્કેટ સામે રહેતી શોભના હસન મદારી (ઉં.વ. 23) નામની યુવતીએ કાવડિયા (હળવદ)ના રહેવાસી માલદેવ ભુપત પલાર (ઉં.વ. 23) સાથે મૈત્રી કરાર કર્યા હતા અને બંને સાથે રહેતા હતા. જો કે, શોભનાને તેનો ભાઈ અને પરિવારના અન્ય સભ્યો પરાણે લેવા માટે આવશે તેવો સતત ભય સતાવી રહ્યો હતો. સારવાર દરમિયાન મોત આ કૌટુંબિક ડરના કારણે ગત 8/7ના રોજ શોભના અને માલદેવે રણમલપુર ગામની સીમમાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. બંનેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન શોભનાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવતીના ભાઈ સૌરભ હસન મદારી (ઉં.વ. 27) દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને સગા ભાઈએ જાનથી મારવાની ધમકી મૂળ ડુંગરપુર ગામના વતની અને હાલ મોરબીના પીપળી ગામ પાસે આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા લતા અનિલ આકરિયા (ઉં.વ. 27) એ તેમના મોટાભાઈ અશ્વિન હનુ વિઠલાપરા (રહે. ડુંગરપુર) સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લતાએ આશરે 7 વર્ષ પહેલા અનિલ આકરિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેનો અશ્વિન મનમાં ખાર રાખતો હતો. ગત 9/7ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં જ્યારે લતા અને તેના પતિ કાર લઈને ડુંગરપુર ગામે આવ્યા હતા, ત્યારે અશ્વિને લાકડાનો ધોકો લઈને ત્યાં ધસી આવ્યો હતો. તેણે દંપતીને જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસાની જોડિયા બહેનોની સિદ્ધિ:પ્રથમ પ્રયાસે CA, CPA પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી
    Next Article
    Vadodara Crime News | વડોદરામાં દારુબંધીના ઉડ્યા ધજાગરા | Gujarat Crime | Police | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment