Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પાડોશીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું:બાળકીને ઘરે લઇ જઇ હવશનો શિકાર બનાવી, મારી નાખવાની ધમકી આપી વારંવાર શોષણ કર્યું

    1 week ago

    રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના જામનગર રોડ પર રહેતા નરાધમે પાડોશી ધર્મને લજવી સગીરાને એકલી જોઈ તેનો હાથ પકડી પોતાના ઘરે લઇ જઇ પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં જાનથી મારી નાખવા ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે ત્રણ મહિના બાદ શારીરિક માનસિક ત્રાસથી કંટાળી બનાવ અંગે જાણ પરિવારને કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બળજબરીપૂર્વક પોતાના ઘરે ખેંચી લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી 3 માસ પહેલાં ભોગ બનનાર તરુણી પોતાના ઘરની આસપાસ હાજર હતી ત્યારે તે જ રેસિડેન્સીમાં રહેતો શખ્સ આવ્યો હતો. આ પછી સગીરાને એકલી જોઈ આરોપીએ અચાનક તેનો હાથ પકડી સગીરા કંઈ સમજે તે પહેલાં જ નરાધમ તેને બળજબરીપૂર્વક પોતાના ઘરે ખેંચી લઇ ગયો હતો. આ પછી ઘરમાં લઈ જઈને આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. સગીરાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નરાધમે તેની એક પણ વાત સાંભળી ન હતી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ‘તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ’ પહેલીવાર દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે સગીરાને ડરાવતા જણાવ્યું હતું કે, "જો આ વાતની ખબર તારા પરિવારને કે કોઈ અન્ય વ્યક્તિને પડશે, તો હું તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ.” આ ધમકીથી ગભરાઈ ગયેલી માસૂમ સગીરા ભારે આઘાતમાં સરી પડી હતી અને તેણે ઘરમાં કોઈને કશું કહ્યું ન હતું. અને આ વાતનો ફાયદો ઉઠાવી શખસ અવારનવાર સગીરાને ધમકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો રહ્યો હતો. પાડોશી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યા બાદ અંતે પરીવારને જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. હાલ યુનિવર્સિટી પોલીસે પીડિતાની પિતાની ફરિયાદના આધારે આરોપી પાડોશી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    She was found dead at a Mussoorie homestay. A month later, her husband is arrested
    Next Article
    ભગવાન જગન્નાથના ભક્તિમય અવતાર સાથે મહેંદીની અનોખી ડિઝાઈન્સ:41મી રથયાત્રાની પૂર્વતૈયારીના ભાગરૂપે ભવ્ય મહેંદી સ્પર્ધાનું આયોજન, મહેંદીના અવનવા ડિઝાઈન સાથે ભાવિકોમાં અનેરો ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment