Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ કિનારે વિશાળ શિપિંગ કન્ટેનર તણાયું:કસ્ટમ વિભાગે નંબરના આધારે તપાસ શરૂ કરી, કાર્ગો શિપમાંથી કોઈ કારણસર દરિયામાં પડ્યું હોવાની શંકા

    2 weeks ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નવાપરા ગામના દરિયાકિનારે શનિવારે વહેલી સવારે એક વિશાળ શિપિંગ કન્ટેનર તણાઈ આવ્યું હતું. સ્મશાન નજીક કન્ટેનર દેખાતા સ્થાનિક ગ્રામજનોએ તરત જ પ્રભાસ પાટણ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પ્રભાસ પાટણ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા કસ્ટમ વિભાગને જાણ કરાઈ હતી. કસ્ટમ વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી કન્ટેનરની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ કન્ટેનર સમુદ્રમાં પસાર થતા કોઈ કાર્ગો શિપમાંથી ખરાબ હવામાન, ઊંચા મોજાં કે અન્ય કોઈ કારણસર દરિયામાં પડ્યું હોઈ શકે છે. ત્યારબાદ દરિયાઈ પ્રવાહ સાથે તણાઈને તે નવાપરા ગામના કિનારે પહોંચ્યું હોવાની શક્યતા છે. તપાસમાં કન્ટેનર ખાલી હાલતમાં મળ્યું છે અને તેના કેટલાક ભાગો તૂટેલા જોવા મળ્યા હતા. જોકે, તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. સુરક્ષાના ભાગરૂપે, કસ્ટમ વિભાગ કન્ટેનર પર દર્શાવેલા નંબર અને અન્ય ઓળખ સંબંધિત વિગતોના આધારે તે કઈ શિપિંગ કંપનીનું છે અને કયા જહાજમાંથી પડ્યું તેની તપાસ કરી રહ્યું છે. પોલીસ અને કસ્ટમ વિભાગ આ ઘટનાની તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કન્ટેનરનું મૂળ, તે કેવી રીતે દરિયામાં પડ્યું અને કિનારે કેવી રીતે પહોંચ્યું તે અંગે સ્પષ્ટ માહિતી મળશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગાયત્રી પરિવારે 1200 કેરીના રોપાનું વિતરણ કર્યું:પર્યાવરણ જાગૃતિ માટે ત્રણ દિવસીય સેવા યજ્ઞ યોજાયો
    Next Article
    On Camera, Thar Pulls Out ATM With Rope In Daring Odisha Heist

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment