Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં ખાડીપૂર ઓસર્યાના બે દિવસ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય:પૂર્વ કોર્પોરેટર સાયકલવાલાનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર, બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગ

    14 hours ago

    સુરત મહાનગરપાલિકાના લિંબાયત (સાઉથ-ઈસ્ટ) ઝોનમાં પૂરના પાણી ઓસર્યાને બે દિવસ વીતી ગયા હોવા છતાં સ્લમ વિસ્તારોમાં હજુ સુધી સફાઈ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાડીપૂરની આ આપત્તિ બાદ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેના પગલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને કલેક્ટર તેજસ પરમારને પત્ર લખીને ઉચ્ચ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવા માગ કરી છે. કાદવ-કીચડ અને કચરાના કારણે રોગચાળાની ભીતી ગત તા. 7 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે લિંબાયત વિસ્તારની મીઠીખાડીમાં પૂર આવતા આસપાસના ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં 5 ફૂટથી લઈને 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. ખાડીપૂરના આ પાણી બે દિવસ પહેલા એટલે કે તા. 09 જુલાઈ, 2026ની સાંજ સુધીમાં સંપૂર્ણપણે ઓસરી ગયા હતા. નિયમ મુજબ પૂરના પાણી ઉતરે કે તરત જ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવો જોઈએ, જેથી કાદવ-કીચડ અને કચરાના કારણે રોગચાળો ન ફેલાય. કાદવ વાળો કચરો રસ્તાઓ પર સડી રહ્યો છે પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે પાણી ઓસર્યાના બે દિવસ પછી પણ આજે તા. 11 જુલાઈ, 2026ની સાંજ સુધી મીઠીખાડી, ફૂલવાડી અને બેઠી કોલોની સહિતના અનેક વિસ્તારોમાં કચરાના વિશાળ ઢગલાઓ જેમની તેમ સ્થિતિમાં પડ્યા છે. ઘરો અને દુકાનોમાંથી બહાર કાઢવામાં આવેલો કાદવ વાળો કચરો રસ્તાઓ પર સડી રહ્યો છે. સ્થાનિક રહિવાસીઓનું કહેવું છે કે, ચોમાસાની ઋતુમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ભયંકર વાસ વધી ગઈ છે, જેના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા-ઉલ્ટી જેવા જીવલેણ રોગો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. અધિકારીઓ ભેદભાવયુક્ત વર્તન રાખતા હોવાનો આક્ષેપ પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ તેમના પત્રમાં સુરત મહાનગરપાલિકાના સાઉથ-ઈસ્ટ ઝોનના વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, મીઠીખાડી વિસ્તારના સ્લમ વિસ્તારો જેવા કે ઓમ નગર, રઝા ચોક, રમાબાઈ ચોક, ફૂલવાડી, બેઠી કોલોની, રાવ નગર, ક્રાંતિ નગર, ગરીબ નવાઝ નગર, કમરૂ નગર આવાસ, રતનજી નગર અને મકડા પાર્ક સોસાયટીમાં મોટેભાગે ગરીબ અને રોજનું કમાઈને રોજ ખાનારા શ્રમિક પરિવારો રહે છે. આ વિસ્તારો પ્રત્યે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હરહંમેશ ઓરમાયું અને ભેદભાવયુક્ત વર્તન રાખવામાં આવે છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સુરત મહાનગરપાલિકા પાસે કદાચ સફાઈ માટે જરૂરી આધુનિક સાધન-સામગ્રી કે કર્મચારીઓની ભારે અછત છે અથવા તો તંત્ર જાણીજોઈને આ ગરીબ વિસ્તારોની અવગણના કરી રહ્યું છે. પૂરના સમયે પણ યોગ્ય સંકલનના અભાવે લોકોને હોડી, ફૂડ પેકેટ વિતરણ કે રેસ્કયૂ કરવાની કામગીરીમાં તંત્ર સાવ નિષ્ફળ રહ્યું હતું. સ્થાનિકો ‘નરકાગાર’ જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર! ગઈકાલ તા. 10 જુલાઈ, 2026ના રોજ બપોરે 12:00 કલાકે અસલમ સાયકલવાલા અને સ્થાનિક અગ્રણીઓએ ઝોન ઓફિસ ખાતે જઈને ઝોનલ ચીફ નિલેશ પટેલને રૂબરૂમાં વિસ્તારોની ભયાવહ સ્થિતિની મૌખિક રજૂઆત કરી હતી. તે સમયે ઝોનલ ચીફે ખાતરી આપી હતી કે, તા. 11 જુલાઈ 2026ની સાંજ સુધીમાં સમગ્ર વિસ્તારમાં સફાઈ અને દવાનો છંટકાવ પૂરો કરી દેવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં આ વિસ્તારોમાં માંડ 50% જેટલી જ અધૂરી સફાઈ થઈ શકી છે. અધિકારીઓની આવી બેદરકારીને લીધે સ્થાનિક લોકો જાણે ‘નરકાગાર’ જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. 'ખાડીપૂરથી અસરગ્રસ્ત કચરો ઉપાડવામાં મનપા અસમર્થ સાબિત થયું' પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાવ નબળો અને નિષ્ફળ પૂરવાર થયો છે. તારીખ 7 તારીખ અને 8 તારીખના રોજ જે સુરત શહેરમાં વરસાદી પાણીના પૂર અને ખાડીપૂર આવ્યા, અને ગઈકાલ 10 જુલાઈના રોજ ખાડીપૂરના પાણી ઓસરી ગયા પરમ દિવસથી, 9 તારીખથી. તેમ છતાં આજે બે દિવસ થવા છતાં સુરત શહેરના ઘણા વિસ્તારોમાં સફાઈ થઈ નથી. કે જે ખાડીપૂરથી અસરગ્રસ્ત કચરો હતો એ ઉપાડવામાં મહાનગરપાલિકાનું તંત્ર સાવ અસમર્થ સાબિત થયું છે. 'કચરાની ગંદકીના કારણે, મનપાનું પેટનું પાણી હલતું નથી' સુરત શહેરના લિંબાયત ઝોન હંમેશા ખાડીપૂરથી અસરગ્રસ્ત રહે છે. આ વખતે લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીપૂરના પાણી 5 ફૂટથી લઈને 15 ફૂટ સુધી પાણી ભરાયા હતા, ગરીબ શ્રમિક પરિવારોના આ વિસ્તારોમાં. જેમાં 9 તારીખે ખાડીપૂરના પાણી સાવ ઓસરી ગયા, પરંતુ આ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોનનો આરોગ્ય વિભાગે કચરો ઉપાડવામાં આજે બે દિવસ થવા છતાં સાવ નબળો અને નિષ્ફળ સાબિત થયો છે. આ એટલા માટે કે ગઈકાલે અમે ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર નિલેશભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી, એમને અમને બાંહેધરી આપી હતી, આશ્વાસન આપ્યું હતું કે ભાઈ ગઈકાલે સાંજે 5થી 6 વાગ્યા સુધીમાં તમામ કચરો ઉપાડવામાં આવશે. તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ લિંબાયત વિસ્તારમાં આવેલ રઝા ચોક, ફૂલવાડી, બેઠી કોલોની વિસ્તારમાંથી કચરો ઉપાડ્યો નથી. અને આ કચરો એટલો વાસ મારે છે, એટલી ગંદકી છે કે જેના કારણે રોગચાળો ફાટી જવાનો ભય છે. ગીચ વસ્તી છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે આ કચરાની ગંદકીના કારણે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્રનું પેટનું પાણી હલતું નથી. બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગ વર્ષ 2020થી દર વર્ષે આવતા ખાડીપૂરના આ કાયમી પ્રશ્ન અને તંત્રની નિષ્ક્રિયતા સામે હવે આરપારની લડાઈના મૂડમાં કોંગ્રેસ નેતા દેખાઈ રહ્યા છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માગ કરી છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરીમાં ઘોર બેદરકારી દાખવનાર લિંબાયતના ઝોનલ ચીફ નિલેશ પટેલ અને નાયબ આરોગ્ય અધિકારી ડૉ. નિમિષ દેસાઈ સામે તાત્કાલિક કડક પગલાં ભરી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અથવા અન્ય ઝોનમાં બદલી કરવામાં આવે. આ સાથે જ લિંબાયત ઝોનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને અનુભવી હોય તેવા અન્ય આરોગ્ય અધિકારીઓને તાકીદે આ વિસ્તારની ખાસ જવાબદારી સોંપીને 24 કલાકમાં સફાઈ અભિયાન પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે આવતીકાલે પર્યાવરણીય મહાયજ્ઞ:ગાંધીનગરમાં જન ભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે, મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25 હજાર વૃક્ષો વાવશે
    Next Article
    Junagadh Accident News | મજેવડી ગામ નજીક અકસ્માતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment