Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે આવતીકાલે પર્યાવરણીય મહાયજ્ઞ:ગાંધીનગરમાં જન ભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે, મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25 હજાર વૃક્ષો વાવશે

    13 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આવતીકાલે 12મી જુલાઈ રવિવારના રોજ પાટનગરમાં એક સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત મહાનગર પાલિકા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન ધ્વારા 25 હજાર વૃક્ષો વાવવામાં આવશે. 50 સ્થળોએ 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરાશે સમગ્ર લોકસભા વિસ્તારમાં એક કરોડથી વધુ વૃક્ષો વાવવાના આ મહાયજ્ઞમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ભાજપા સંગઠન અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ પૂર્ણ સમર્પણ સાથે જોડાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માઁ કે નામ આહ્વાનને સાંકળીને યોજાનારા આ અભિયાન થકી ગાંધીનગરને ફરીથી આંબાવાડિયા તેમજ દેશના સૌથી લીલાછમ અને આદર્શ શહેર તરીકે વિકસાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ પર્યાવરણીય મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 50 જેટલા નિર્ધારિત સ્થળોએ અંદાજિત 5,36,000 ચોરસ મીટર વિસ્તારમાં 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વાવેતરથી ઓક્સિજન પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક સહિતનું નિર્માણ થશે આ મહાયજ્ઞમાં મુખ્યત્વે આંબો, બોરસલ્લી, વડ, પીપળ, ગોરસ આંબલી, જાંબુ, ચીકુ અને આમળાં જેવી સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ સઘન વાવેતર થકી શહેરમાં વિવિધ પ્રકારના આમ્રવન, પોષણ અને ઔષધિ વન, ઓક્સિજન પાર્ક તેમજ બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ થશે. આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના 117 બગીચાઓ, 66 શાળાઓ, 111 આંગણવાડીઓ અને 124 તળાવોના વિસ્તારોને પણ આ સઘન ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. 18,500 સ્થાનિક સ્વયંસેવકો આ ભગીરથ કાર્યમાં શ્રમદાન આપશે બીજી તરફ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા પણ કાલે રવિવારે બેંક ઓફ બરોડા સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 હજાર વૃક્ષોના સામૂહિક વૃક્ષારોપણની સાથે આગામી 3 વર્ષ સુધી તેના સંપૂર્ણ જતન અને ઉછેરનો સંકલ્પ લેવાશે. સમગ્ર શહેરમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષકુમાર દવેના નેતૃત્વમાં વોર્ડ સ્તરની વિવિધ બેઠકો યોજીને વ્યાપક જનસંપર્ક કરવામાં આવ્યો છે. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગકારો અને આશરે 18,500 જેટલા સ્થાનિક સ્વયંસેવકો આ ભગીરથ કાર્યમાં શ્રમદાન આપશે. 40,000 આંબાના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ આ અભિયાનમાં નાગરિકોને ઘર આંગણેથી જ પ્રત્યક્ષ રીતે જોડવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ત્રણ વૃક્ષ-રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેને મેયર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથ મારફતે વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પ્રજાતિના 70,000 રોપાઓનું અને શહેરની જૂની ઓળખ જાળવી રાખવા માટે 40,000 આંબાના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, રોપા મેળવનાર અને શ્રમદાન કરનાર દરેક નાગરિક પાસે વૃક્ષના નિયમિત જતન, ઉછેર અને રક્ષણ માટેની વિશેષ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે. આ મહાઅભિયાનમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાય તેવી તંત્રની અપીલ વર્ષ 2019થી શરૂ થયેલા આ મિશનના કારણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વૃક્ષોની ઘનતામાં 11.25 ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારો સામે આ અભિયાનને એક નૈતિક જવાબદારી ગણાવીને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આવતીકાલે તમામ શહેરીજનો પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં આ મહાઅભિયાનમાં જોડાય. લોકો પોતાના ઘરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરે તેમજ પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી પાણી અને વીજળીની બચત કરીને સાચા અર્થમાં પ્રકૃતિનું જતન કરે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ અને સુરતમાં દાદાની ઉંમરના વૃદ્ધોનું બાળકીઓ સાથે અધમ કૃત્ય:રમાડવા-ખાવાની લાલચ આપી ઘરે બોલાવી, દીકરીઓની આપવીતીથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ
    Next Article
    લિંબાયતમાં ખાડીપૂર ઓસર્યાના બે દિવસ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય:પૂર્વ કોર્પોરેટર સાયકલવાલાનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર, બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment