Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાડી વ્હીલમાં વીંટળાઈ જતાં મહિલાનું મોત:​કેશોદ હાઈવે પર પીપળી ધાર પાસે ગમખ્વાર અકસ્માત: બાઈકના વ્હીલમાં સાડી વીંટળાઈ જતાં રોડ પર પટકાયેલી પત્નીનું પતિની નજર સમક્ષ જ કરુણ મોત

    2 days ago

    ​કેશોદ નજીકથી પસાર થતા જેતપુર-સોમનાથ ફોરલેન નેશનલ હાઈવે રોડ પર આવેલા પીપળી ધાર પાસે આજે એક અત્યંત કમનસીબ અને હૃદયદ્રાવક આકસ્મિક ઘટના સામે આવી છે. મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહેલા એક દંપતીને ભારે પવનના કારણે અકસ્માત નડ્યો હતો. બાઈકના પાછળના વ્હીલમાં સાડી વીંટળાઈ જવાના કારણે બાઈક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને મહિલા રોડ પર પટકાતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ​આ અકસ્માતની વિગત એવી છે કે, ગીરસોમનાથ જિલ્લાના તાલાળા ગામના રહેવાસી યોગેશભાઈ ઓધવજીભાઈ પરમાર પોતાની પત્ની રસીલાબેન સાથે મોટરસાયકલ પર સવાર થઈને બામણાસા ગામે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે કેશોદ નજીક પીપળી ધાર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હાઈવે પર ફૂંકાયેલા ભારે પવનના કારણે રસીલાબેનની સાડી અચાનક મોટરસાયકલના પાછળના વ્હીલની અંદર વીંટળાઈ ગઈ હતી. સાડી વ્હીલમાં ફસાઈ જતાં જ ચાલુ બાઈકનું સંતુલન બગડ્યું હતું અને રસીલાબેન જોરદાર ધડાકા સાથે રોડ પર નીચે પટકાયા હતા. ​રોડ પર પટકાવાના કારણે રસીલાબેનને માથાના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચતા જ ત્યાં ફરજ પરના હાજર તબીબોએ રસીલાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પોતાની નજર સમક્ષ જ પત્નીનું પ્રાણપંખેરું ઊડી જતાં પતિ યોગેશભાઈ ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને શોકમગ્ન બની ગયા હતા. ​બાયપાસ રોડ પર બનેલી આ કરુણ દુર્ઘટનામાં તાલાળાના રસીલાબેન પરમારનું દુઃખદ અવસાન થયાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ અકસ્માત અંગે કેશોદ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની નોંધ લઈ કાયદેસરની આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં અષાઢી બીજે 7 હજાર લાડુનું વિતરણ:ઘી સીડ્સ એસોસિએશન દ્વારા ગૌશાળામાં ગાયોને તેમજ બુંદીના લાડુ મજૂરોને પ્રસાદ રૂપે અપાશે
    Next Article
    Why the toss in the England vs India fifth T20I in Southampton is delayed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment