Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખારવા જ્ઞાતિના વાણોટને શુભેચ્છા પાઠવી:પોરબંદરમાં કાંતિભાઈ બાદરશાહીની વરણી બાદ મુલાકાત લીધી

    2 days ago

    પોરબંદરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના નવનિયુક્ત વાણોટ કાંતિભાઈ બાદરશાહીને શુભેચ્છા પાઠવી હતી. પંચાયત મઢી ખાતે પહોંચી, મંત્રીએ તેમને નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રી મોઢવાડીયાએ જ્ઞાતિના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સૌને સંયુક્ત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ સાગરખેડુના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમાજ સુધી પહોંચે તે માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે સ્થાનિક સ્તરે રોજગારી અને નવા વ્યવસાયોની તકો ઊભી કરીને યુવાનોનું સ્થળાંતર અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદર પાસે દરિયાઈ સંપત્તિ, વેપાર, પ્રવાસન અને માછીમારી જેવા ક્ષેત્રોમાં વિકાસની વિશાળ સંભાવનાઓ રહેલી છે. સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થશે અને યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા, કાઉન્સિલર અજયભાઈ બાપોદરા, જિલ્લા ભાજપ મહામંત્રી રામભાઈ મોકરીયા સહિત સમાજના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ કોલેજમાં નિઝરના પ્રાધ્યાપકોની ફેકલ્ટી ઓરિએન્ટેશન મુલાકાત:શૈક્ષણિક જ્ઞાનના આદાન-પ્રદાન માટે સફળ આયોજન
    Next Article
    🟠Gujarat Monsoon 2026 LIVE | સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 100 ટકા વરસાદ સંભવ! | Heavy Rains | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment