Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ કોલેજમાં નિઝરના પ્રાધ્યાપકોની ફેકલ્ટી ઓરિએન્ટેશન મુલાકાત:શૈક્ષણિક જ્ઞાનના આદાન-પ્રદાન માટે સફળ આયોજન

    2 days ago

    સોનગઢ: સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ફોર્ટ-સોનગઢ ખાતે નિઝર કોલેજના પ્રાધ્યાપકો માટે ‘ફેકલ્ટી કરીક્યુલમ ઓરિએન્ટેશન’ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યના માર્ગદર્શન અને IQACના આયોજન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાન ટીમનું કોલેજ પરિવાર દ્વારા સ્વાગત કરાયું. ત્યારબાદ સંવાદ સત્રમાં શિક્ષણની ગુણવત્તા, શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની સંયુક્ત પ્રવૃત્તિઓ અંગે ચર્ચા થઈ. મુલાકાતી ટીમે કોલેજની વિવિધ સુવિધાઓ જેવી કે સ્માર્ટ ક્લાસરૂમ, સુસજ્જ લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ અને રમતગમતના સાધનોનું નિરીક્ષણ કર્યું. તેમને NSS, વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ક્વોલિટી ઇનિશિયેટિવ્સ વિશે પણ માહિતી અપાઈ. મુલાકાતી પ્રાધ્યાપકોએ કોલેજના આધુનિક શૈક્ષણિક વાતાવરણ અને સુવિધાઓની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે IQACના પ્રા. પ્રતિમા ગામીતે આભાર વિધિ કરી. તેમણે ભવિષ્યમાં બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગ વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના તમામ સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    LRD લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર:ઉમેદવારોને OMR રીચેકિંગની તક, 26 જુલાઈ સુધી કરી શકાશે અરજી
    Next Article
    મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખારવા જ્ઞાતિના વાણોટને શુભેચ્છા પાઠવી:પોરબંદરમાં કાંતિભાઈ બાદરશાહીની વરણી બાદ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment