Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના સાત કેસ:છના રીપોર્ટ નેગેટીવ આવ્યા, એક પોઝિટીવ

    15 hours ago

    હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે 16 દિવસમાં શંકાસ્પદ કેસોમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. બાળકીને 9 જુલાઈએ દાખલ કરાઈ હતી અને 11 જુલાઈની રાત્રે તેનું મૃત્યુ થયું હતું. હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું કે, મૃતક બાળકી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા તાલુકાના લુક ગામની રહેવાસી હતી. બાળકીના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા મૃત બાળકીના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલમાં, PICU વિભાગમાં ખેડબ્રહ્મા તાલુકાના દેડકા ગામની 3 વર્ષની બાળકી 8 જુલાઈથી સારવાર હેઠળ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને લઈને વધુ એક બાળકીનું મોત થયું છે જેને લઈને મૃત્યુ આંક પાંચ થયો છે. જ્યારે એક બાળકી સારવાર હેઠળ છે, જેની સ્થિતિ ક્રીટીકલ છે. આ 16 દિવસમાં સાત કેસમાંથી છ કેસના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે, જ્યારે એક પોઝિટીવ આવ્યો છે. ડૉ.વિપુલ જાની, (આરએમઓ, હિંમતનગર સિવિલ)એ જણાવ્યું હતું કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા શંકાસ્પદ વાઇરસથી મોતનો મામલમાં અત્યાર સુધી છ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે હાલ હિંમતનગર સિવિલમાં એક 3 વર્ષની બાળકી વેન્ટિલેટર પર ક્રિટિકલ હાલતમાં છે.સિવિલમાં દર્દીઓ છેલ્લા સ્ટેજમાં આવતા હોવાને લઈને મૃત્યુ થવાની વધી જાય છે. સાતમાંથી 5ના મોત થયા, એક દર્દી સાજો થયો, એક દર્દી સારવાર હેઠળ છે. કલેક્ટર દ્વારા સિવિલ, ખાનગી બાળરોગ નિષ્ણાત તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રાસિંગ કરી સમીક્ષા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીની દીકરી પર કર્ણાટકમાં સાસરિયાંનો ત્રાસ:લગ્ન પહેલાં 20 લાખ, બાદમાં ધમકી આપી વધું 50 હજાર પડાવ્યા; ઢોર માર મારી પહેરેલા કપડે કાઢી મૂકી
    Next Article
    Shah Rukh Khan Buys Rs 37 Crore Delhi Home Where He Lived With Gauri Khan After Marriage: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment