Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત:જૂનાગઢના મજેવડી ફોર ટ્રેક પર બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ; ચારમાંથી બેની હાલત અતિ ગંભીર

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અર્ટિગા કાર અને રસ્તા પર બંધ ઉભેલી ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરાયા છે. અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના એક પરિવારના સભ્યો અર્ટિગા કારમાં સવાર થઈ સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. દરમિયાન મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર રસ્તામાં બંધ હાલતમાં ઉભેલી ટ્રકમાં તેમની કાર પાછળથી ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને ચાર લોકોના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ 108 ઇમરજન્સી સેવાની ટીમે પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    કૈલાસ માનસરોવર યાત્રાનું પ્રથમ દળ ચીન પહોંચ્યું:લિપુલેખ ઘાટ પર ચીની સુરક્ષા એજન્સીઓએ દસ્તાવેજો તપાસ્યા, બીજો કાફલો ગુંજી પહોંચ્યો
    Next Article
    સોલાર પ્લાન્ટ જમીન છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ગુનો નોંઘાયો:મૂળ માલિકને ચૂકવ્યા વિના જમીન ભાડે આપી, 1.18 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment