Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોજીનેશ ગામનો બનાવ, ફ્રેકચર કરી ધમકી‎:મનદુ:ખમાં યુવાન પર કુહાડા વડે પિતરાઈ ભાઈનો હુમલો

    1 day ago

    કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામમાં કુટુંબીજનો વચ્ચે ચાલતા મનદુઃખે હિંસક વળાંક લેતા એક યુવાન પર કુહાડા વડે પિતરાઇ ભાઇ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં યુવાનને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરીયાદ મુજબ ગોજીનેશ ગામના વાડી વિસ્તારમાં રહેતા ભીખા ભાઈ લખમણભાઈ વરૂ (ઉ.વ. 32 )પોતાની વાડીનું કામ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેમના પિતરાઈ ભાઈ રામદે કરણાભાઈ વરુ ભેંસો ચરાવતા મળી આવ્યા હતા. અગાઉના કોઈ વિવાદને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બોલાચાલી બાદ આરોપી રામદે કરણાભાઈ વરુએ ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલા કુહાડાથી ભીખાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે તેમને હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.તદુપરાંત આરોપી દ્વારા મારપીટ દરમિયાન અપશબ્દો બોલી ધમકી પણ પણ આપ્યાનુ જાહેર થયુ છે. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ભીખાભાઈ લખમણભાઈ વરૂની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'વર્ક ફ્રોમ હોમ હોય તો ઘર-બાળકો સંભાળી શકાય', VIDEO:'ઓફિસમાં કામ કરીએ તો વધુ સારું લાગે છે', WFHને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું?
    Next Article
    Mohd Zeeshan Ayyub's Voice Removed From First Look Of Ajay Devgn's Chauhaan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment