Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- જો મારી હત્યા થશે તો જવાબી કાર્યવાહી થશે:ઈરાન સાથે વાતચીત ચાલુ પરંતુ સીઝફાયર ખતમ; અહેવાલ- અમેરિકાએ ઈઝરાયેલમાંથી ફાઈટર જેટ્સ હટાવ્યા

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરશે તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, "હું ઘણા સમયથી તેમના નિશાના પર છું. જો મારી સાથે કંઈક થશે, તો મેં પહેલેથી જ એવા આદેશો આપી દીધા છે કે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવે." ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં એવું પણ કહ્યું કે અમેરિકા ઈરાન સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે થયેલું સીઝફાયર હવે ખતમ થઈ ચૂક્યું છે. બીજી તરફ, ઈઝરાયલી મીડિયા કાન ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈઝરાયલમાંથી પોતાના 12 F-22 સ્ટેલ્થ ફાઈટર જેટ પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ વિમાનો ફેબ્રુઆરીથી ઈઝરાયલના ઓવદા એરબેઝ પર તૈનાત હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાનોને ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા અને તેમણે તાજેતરના હુમલાઓમાં પણ ભાગ લીધો હતો. આ ફૂટેજ ઈઝરાયલના સરકારી મીડિયા કાન દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં F-22 ફાઈટર જેટ્સને ઈઝરાયલથી ઉડાન ભરતા જોઈ શકાય છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Crackdown on cybercrime: Rs 25,000 crore saved, Rs 323 crore refunded, e-Zero FIR rolled out
    Next Article
    'વર્ક ફ્રોમ હોમ હોય તો ઘર-બાળકો સંભાળી શકાય', VIDEO:'ઓફિસમાં કામ કરીએ તો વધુ સારું લાગે છે', WFHને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું?

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment