Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાણીતા સર્પમિત્રએ ભારે જહેમત બાદ કોબ્રાને ઝડપી જંગલમાં મુક્ત કર્યો‎:મેમકા ગામની શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન કોબ્રા ઘૂસતાં દોડધામ

    17 hours ago

    વઢવાણ તાલુકાના મેમકા ગામની પ્રાથમિક શાળામાં શુક્રવારે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન એક હૃદયધબકારા વધારી દે તેવી ઘટના સામે આવી હતી. શાળાના પરિસરમાં અચાનક એક અત્યંત ઝેરી અને મોટો કોબ્રા (નાગ) સાપ દેખાતા જ સમગ્ર શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે શાળામાં અંદાજે 150થી વધુ નિર્દોષ નાનાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, જેથી મોટી દુર્ઘટના સર્જાવાનો ભય હતો. આ કટોકટીની ઘડીમાં શાળા પ્રશાસન દ્વારા તાકીદે સ્થાનિક વન્યજીવ પ્રેમી અને જાણીતા સર્પમિત્ર હિતેશ્વરસિંહ મોરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને હિતેશ્વરસિંહ મોરી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના રેસ્ક્યૂ કીટ સાથે તાત્કાલિક શાળાએ પહોંચી ગયા હતા. તેમણે અત્યંત કુશળતા અને ભારે સાવધાનીપૂર્વક ઓપરેશન હાથ ધરીને, કોઈપણ પ્રકારની જાનહાનિ કે સાપને ઇજા પહોંચાડ્યા વિના કોબ્રાનું સફળ રેસ્ક્યૂ કરી લીધું હતું. આ સફળ રેસ્ક્યૂ બાદ કોબ્રા સાપને વન વિભાગની ગાઈડલાઈન મુજબ તેના કુદરતી રહેઠાણ એવા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી બદલ સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવારે હિતેશ્વરસિંહ મોરીની સેવાભાવનાને બિરદાવી હતી. સાપને મારો નહીં વન વિભાગનો સંપર્ક કરવો કોઈપણ રહેણાંક વિસ્તાર કે જાહેર સ્થળે સાપ દેખાય તો સહેજ પણ ગભરાવું નહીં. સાપને લાકડીઓથી ફટકારીને મારવાનો કે તેની છેડતી કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. તરત જ નજીકના પ્રશિક્ષિત સર્પમિત્ર અથવા વન વિભાગનો સંપર્ક કરવો, જેથી માનવજીવન અને વન્યજીવો બંનેનું સંરક્ષણ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    રિયાલિટી ચેક:સુરેન્દ્રનગરની શાળાઓમાં ક્લાસદીઠ 15થી 20 વિદ્યાર્થી પાસે ટુ- વ્હીલર
    Next Article
    Who Is Mikel Merino? Spain's 'Super-Sub' Who Broke Cristiano Ronaldo And Kevin De Bruyne's Dreams

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment