Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડા, રોટરી ટ્રસ્ટના સહયોગથી બનેલા બગીચાનું નવીનીકરણ:ત્રણ વર્ષની લાંબી પ્રક્રિયાના અંતે તોરલ ગાર્ડનનો કબજો નગરપાલિકાએ સંભાળ્યો

    13 hours ago

    ભુજના મુંદ્રા રિલોકેશન સાઇટ પર આવેલા ‘’તોરલ ગાર્ડન’’નો આખરે ત્રણ વર્ષની લાંબી વહીવટી પ્રક્રિયા બાદ ગત 2 જુલાઈના નગરપાલિકાએ સત્તાવાર કબજો લીધો છે. ભૂકંપ બાદ દાતા પરિવારના નામે બનેલા આ ગાર્ડનને ફરી ધમધમતો કરવા માટે સુધરાઈના કારોબારી ચેરમેન કમલ ગઢવી અને પૂર્વ નગરસેવક અલ્પેશ પટેલે સ્થળ પર જઈ વિકાસ માટેની શક્યતાઓ ચકાસી હતી. મુંદ્રા રિલોકેશન સાઇટ પર વર્ષ 2006માં ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (ભાડા) અને રોટરી તોરલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધરતીકંપ બાદ ઉદાર હાથે ફાળો આપનાર દાતા પરિવારના સન્માનમાં આ બગીચાનું નામ ‘પ્રેમલતા કાકુભાઈ રંગવાલા ગાર્ડન’ રાખવામાં આવ્યું હતું અને મુખ્ય ગેટ પર આજે પણ એ જ નામની તકતી લાગેલી છે. જો કે, સમય જતાં કોઈ કારણોસર આ બગીચો ‘તોરલ ગાર્ડન’ તરીકે પ્રચલિત થઈ ગયો હતો. આ બાબતે જાગૃત નાગરિક ભૂપેન્દ્ર એમ. મહેતાએ જણાવ્યું હતું કે, હવે જ્યારે નગરપાલિકાએ આ બગીચાનો કબજો સંભાળી લીધો છે, ત્યારે તેને તાત્કાલિક વિકસાવવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. બીજી તરફ, ભાડાએ ત્રણ વર્ષ પહેલાં સુપ્રત કરેલા આ ગાર્ડનનો કબજો ભલે પાલિકાએ લીધો હોય, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ થતાં હજુ ઘણો સમય લાગે તેમ છે. કબજો સંભાળ્યા પછીની પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ છે. બગીચાના નવીનીકરણ માટે હજુ પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા, કારોબારી સમિતિની મંજૂરી મેળવવી, ગ્રાન્ટની ફાળવણી કરવી, જનરલ બોર્ડની બહાલી લેવી અને ટેકનિકલ સેક્શનની મંજૂરી જેવા અનેક સરકારી તબક્કાઓમાંથી પસાર થવું પડશે. સુધરાઈ પ્રમુખ શીતલ શાહને પૂછતા જણાવ્યું કે, અમે વિકાસ માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણમાં ઉકળાટ:કચ્છમાં મેઘમહેર બદલે વેગીલા વાયરાથી ધુળનું સામ્રાજ્ય
    Next Article
    ભુજ નગરપાલિકાની કલાકારો પ્રત્યે ઉદાસીનતા:ટાઉનહોલમાં ઉધઈનું ‘ત્રિઅંકી’, પડદા-AC ખરાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment