Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણમાં ઉકળાટ:કચ્છમાં મેઘમહેર બદલે વેગીલા વાયરાથી ધુળનું સામ્રાજ્ય

    12 hours ago

    અધિક જેઠ મહિના બાદનો જેઠ માસ પણ પૂર્ણતાભણી છે. ચાર દિવસ બાદ અષાઢ માસ શરૂ થશે તેમ છતાં કચ્છભરમાં મેઘરાજાએ મહેર નથી કરી અને તેની વિપરીત વેગીલા વાયરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના પગલે ધરતીના તાતની સાથે માલધારીઓના ચહેરે ચિંતાની લકીરો તણાઇ છે. શુક્રવારે કચ્છમાં પ્રતિ કલાક સરેરાશ 25 કિલો મીટરની ગતિએ પવન ફૂંકાયો હતો. જિલ્લામાં સવારથી જ સમયાંતરે ધૂળની ડમરીનું સામ્રાજ્ય છવાયું હતું જેના પગલે ખાસ કરીને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કયારેક પવનની ગતિ 40 કિલો મીટરે પણ પહોંચી હતી. દક્ષિણ-પશ્ચિમ દિશાએ ફૂંકાયેલા વેગીલા વાયરાના કારણે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિક્ષેપની ફરિયાદો વધી હતી. અષાઢ માસ દરવાજે ટકોરા મારી રહ્યો છે તેમ છતાં મેઘરાજાની મહેર ન થવાથી કિસાનોની સાથે પશુ પાલકો પણ વરૂણદેવને વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે. નોંધનીય છે કે, કચ્છમાં અત્યાર સુધી રાજ્યનો સૌથી ઓછો અને નગણ્ય કહી શકાય તેટલો 1.92 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે જેમાં માત્ર પૂર્વ કચ્છ ભીંજાયું છે જ્યારે મોટા ભાગનો જિલ્લો સાવ કોરો ધાકોર રહ્યો છે. દરમિયાન ભુજમાં મહત્તમ તાપમાન 35.6, નલિયા 33.6, કંડલા 35.4 જ્યારે કંડલા એરપોર્ટ મથકે 36.2 ડિગ્રી નોંધાયું હતું. સપ્તાહ સુધી સચરાચર વરસાદની કોઇ શક્યતા નથી તેમ હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં જણાવાયું છે. પવનથી પિયત ખેતીને નુક્સાન ખેડૂતોના જણાવ્યા મુજબ ભારે પવન ફૂંકાતાં જમીનનું ઉપલું પડ વહેલું સૂકાઇ જાય છે જેના કારણે નીચેની સપાટીએ ભેજ જળવાતો ન હોવાથી પાકની વૃધ્ધિ થતી નથી. હાલે પિયત ખેતી કરતા કિસાનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ધૂળની સાથે ઉડતી ઝીણી કાંકરીના કારણે કૂમળા છોડ મુરઝાઇ જાય છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાનો 75થી 80% ખેતી વિસ્તાર વરસાદ આધારિત:પાણીનો સંગ્રહ અને આંતરપાક પદ્ધતિ અપનાવવી
    Next Article
    ભાડા, રોટરી ટ્રસ્ટના સહયોગથી બનેલા બગીચાનું નવીનીકરણ:ત્રણ વર્ષની લાંબી પ્રક્રિયાના અંતે તોરલ ગાર્ડનનો કબજો નગરપાલિકાએ સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment