Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ કલેક્ટરે ધરમપુર રોડ પર સરપ્રાઈઝ વિઝિટ કરી:અબ્રામા રોડ પર દબાણ-ગંદકી સામે કાર્યવાહી, દબાણ દૂર કરવા કડક સૂચના

    8 hours ago

    વલસાડ જિલ્લામાં વરસાદના વિરામ બાદ કલેક્ટર નીતિન સાંગવાને શુક્રવારે ધરમપુર રોડ પરના અબ્રામા વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી. આ દરમિયાન જાહેર માર્ગો અને ફૂટપાથ પર દુકાનદારો દ્વારા કરાયેલા દબાણ, ગંદકી અને ટ્રાફિકને અડચણરૂપ સ્થિતિ જોવા મળી હતી.કલેક્ટરે સંબંધિત વેપારીઓને કડક ચેતવણી આપી હતી અને વિવિધ નિયમોના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરી હતી. કલેક્ટરે જણાવ્યું કે, વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું કડક પાલન થાય અને શહેર સ્વચ્છ રહે તે માટે આવા સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. વેપારીઓને કચરાનું નિયમ મુજબ પૃથક્કરણ કરવા, જાહેર સ્થળે ગંદકી ન ફેલાવવા તેમજ રસ્તા અને ફૂટપાથ પર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પ્રોબેશનરી આઈએએસ પિયુષ ઘટાલા, પ્રાંત અધિકારી વિમલ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરમેન હિતેશ ભંડારી સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર નીતિન સાંગવાને વધુમાં જણાવ્યું કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકી રહી છે. જિલ્લાના તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો અને તાલુકા વિકાસ અધિકારીઓને દરરોજ સવારે 9 વાગ્યે ફિલ્ડમાં હાજર રહી રસ્તાના ખાડા, ડ્રેનેજ ચેમ્બર અને સ્ટોર્મ વોટર લાઇન જેવી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે હવે દર અઠવાડિયે કોઈપણ એક રોડની આકસ્મિક મુલાકાત લેવામાં આવશે અને નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. કલેક્ટરે સૌના સહયોગથી વલસાડને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાની અપીલ પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મૂવી રિવ્યૂ: ઇક્કા:સની દેઓલે પૂરી જાન લગાવી દીધી, પરંતુ 'ઢાઈ કિલો કા હાથ' પણ નબળી સ્ક્રિપ્ટ સામે લાચાર દેખાયો
    Next Article
    બનાસકાંઠા પોલીસે અમદાવાદમાંથી અપહૃત 5 વર્ષની બાળકીને છોડાવી:ઝારખંડની મહિલા બાળકીને રાજ્ય બહાર લઈ જવાય તે પહેલાં જ પકડી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment