Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ડેન્ગ્યુ વિરોધી અભિયાન:ઘર-ઘર સર્વે, લોહીના નમૂના, જાગૃતિ અભિયાન; સઘન સર્વેલન્સ હાથ ધરાયું

    1 week ago

    મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લજાઈ હેઠળના તમામ ગામોમાં સઘન સર્વેલન્સ અને વાહકજન્ય રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલિયાના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના મેડિકલ ઓફિસર ડૉ. મૌલિક પટેલના માર્ગદર્શન અને એમ.પી.એચ.એસ. સુરેશચંદ્ર બોપલિયાના સુપરવિઝન હેઠળ આરોગ્ય કર્મચારીઓએ ઘર-ઘર સર્વે કર્યો હતો. આ ઝુંબેશ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના સંભવિત કેસોની શોધખોળ કરાઈ હતી. જરૂરી લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. મચ્છરોના પ્રજનન સ્થળોની તપાસ કરીને પોરાનાશક દવાનો છંટકાવ કરાયો હતો. બિનજરૂરી પાણીના ભરાવા દૂર કરવાની કામગીરી તેમજ ખુલ્લા પાણીના પાત્રોમાં ટેમીફોસ દ્વારા જૈવિક નિયંત્રણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા, પક્ષીઓ માટેના કુંડ નિયમિત સાફ કરવા અને ઘર તેમજ આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, શાળાઓમાં આરોગ્ય શિક્ષણ, જાગૃતિ રેલીઓ, પત્રિકા વિતરણ, ગ્રામજનો સાથે કોમ્યુનિટી મીટિંગ અને જૂથ ચર્ચાઓનું આયોજન કરાયું હતું. વોટ્સએપ ગ્રુપ મારફતે પણ સંદેશાઓ પ્રસારિત કરીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચવા અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાને વાતચીત ચાલુ રાખવાની માંગ કરી:બે દિવસ પછી ઈરાન-અમેરિકાએ હુમલા રોક્યા; ઈઝરાયલે લેબનોન પર ડ્રોન હુમલા કર્યા
    Next Article
    ચૈતર વસાવાના પત્નીની જામીન અરજી પર સુનાવણી ટળી:શકુંતલા વસાવાની જામીન અરજી પર હવે 14 જુલાઈએ થશે સુનાવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment