Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદી નુકસાન બાદ વહીવટી તંત્ર દ્વારા સર્વે તેજ:​માંગરોળમાં પૂરના પાણી ઓસરતા જ મામલતદાર વી. ડી. મોરીની આગેવાનીમાં પાંચ ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ, આજે સાંજ સુધીમાં અહેવાલ તૈયાર થશે

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. આ આપત્તિમાં સૈંકડો પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, ઘરવખરી, ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક સાધનો સહિતના માલસામાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. પૂરની સ્થિતિ હળવી થતાં જ માંગરોળ વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી પીડિત લોકોને વહેલામાં વહેલી તકે સરકારી સહાય ચૂકવી શકાય. ​આ સમગ્ર સર્વેની કામગીરી અંગે માહિતી આપતા માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ જણાવ્યું હતું કે તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તથા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદો કંટ્રોલ રૂમને મળી હતી. આ વ્યાપક નુકસાનીનો કાયદેસર અહેવાલ તૈયાર કરવા માટે ખાસ પાંચ સભ્યોની મુખ્ય ટીમ બનાવવામાં આવી છે, જેની મદદ માટે અન્ય દસ-દસ સબમેમ્બર પણ ફાળવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી આ તમામ ટીમો માંગરોળના જુદા-જુદા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘેર-ઘેર જઈને નુકસાની તપાસી રહી છે. વહીવટી તંત્ર દ્વારા જે પરિવારોને વધારે નુકસાન થયું છે તેમના ઘરોના ખાસ ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવી રહ્યા છે અને નિયત ફોર્મ ભરીને ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વહીવટી તંત્રની આ ઝડપી કામગીરીના કારણે આજરોજ સાંજે અંદાજિત પાંચ વાગ્યા સુધીમાં સમગ્ર માંગરોળ શહેરનો સર્વે પૂર્ણ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રાથમિક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં આશરે 800 થી પણ વધારે મકાનો અસરગ્રસ્ત તરીકે નોંધાઈ ચૂક્યા છે. સર્વેની આ તમામ વિગતો અને નુકસાનીના આંકડાઓ એકત્રિત કર્યા બાદ આ દરખાસ્તો પ્રાંત અધિકારી મારફત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન ધારા એટલે કે ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત પૂરપીડિતોને મળવાપાત્ર તમામ સહાય ખૂબ જ ટૂંકા સમયમાં અને વહેલામાં વહેલી તકે સીધી તેમના ખાતામાં જમા થાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર અત્યારે રાત-દિવસ કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ઊર્જા મંત્રીએ ખેડૂતો સાથે પાક અંગે ચર્ચા કરી:ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, કૌશિક વેકરિયાએ ખેતરમાં ખેડૂતો સાથે ચા પીધી
    Next Article
    ખાડીપુરે સુરતના 3 હજારથી વધુ કાર-બાઇકને પથારી ફેરવી નાખી!:ગેરેજમાં રિપેર કરાવવા જતાં એક-એક મહિનાનું વેઈટિંગ, લાંબી લાઈનો જોઈને વાહનચાલકો ભંગારમાં વેચવા તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment