Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા:રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી, નુકસાનની ચર્ચા કરી

    12 hours ago

    અમરેલી જિલ્લામાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી વેકરીયાએ અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સમીક્ષા બેઠકમાં ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા અને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકી પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પણ બેઠકમાં ઉપસ્થિત હતા. બેઠકમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા મુખ્ય અને ગ્રામ્ય માર્ગોના સમારકામ, ખેતીની જમીનનું ધોવાણ, ગ્રામ્ય રસ્તાઓનું ધોવાણ, પશુ મૃત્યુ અને વીજ સંબંધિત માળખાના પુનઃસ્થાપન સહિતની બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે અને મોટાભાગના રસ્તાઓ પૂર્વવત શરૂ થઈ ગયા છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય સંબંધિત પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે અથવા વીજપોલ ધરાશાયી થયા છે, ત્યાં પણ પુનઃસ્થાપનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ઉપરાંત, વોટર વે ક્લીનિંગ અને નદી-નાળામાંથી કચરો હટાવવાની કામગીરી પણ ઝડપભેર કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકીયા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરો, જિલ્લા ખેતીવાડી અધિકારી, ઈરીગેશન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વાજા અને નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    AMTS બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી વૃદ્ધ ગેંગ ઝડપાઈ:LCBએ બે આરોપીની ધરપકડ કરી 7.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની શોધખોળ શરૂ
    Next Article
    Shah Rukh Khan buys Delhi building where he began married life with Gauri Khan for Rs 37 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment