Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી વૃદ્ધ ગેંગ ઝડપાઈ:LCBએ બે આરોપીની ધરપકડ કરી 7.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની શોધખોળ શરૂ

    11 hours ago

    અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા સમાન AMTS બસોમાં સવારી કરતા મુસાફરોના દાગીના અને રૂપિયાની ચોરી કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. બસમાં ભીડભાડનો લાભ ઉઠાવી વૃદ્ધ મુસાફરોના પર્સમાંથી લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ સેરવી લેતી આ ગેંગના બે વૃદ્ધ સભ્યોને LCB ઝોન-1ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે. વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ આ ચકચારી ઘટનાની વિગતો મુજબ, તાજેતરમાં એક AMTS બસમાં મુસાફરી દરમિયાન ભીડનો લાભ ઉઠાવીને એક વૃદ્ધ મહિલાના પર્સમાંથી સોનાની બંગડીઓની ચોરી કરવામાં આવી હતી. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એલસીબી ઝોન-1 ની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીદારોના આધારે તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે આ ટોળકીને દબોચી લેવામાં સફળતા મળી હતી. 7.29 લાખની કિંમતની સોનાની બંગડીઓ કબજે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી 57.7 ગ્રામ વજનની ચાર સોનાની બંગડીઓ મળી આવી છે, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે 7.29 લાખ રૂપિયા થાય છે. પોલીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે ભોગ બનનાર વૃદ્ધાનો ચોરી થયેલો તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે પરત મેળવી શકાયો છે. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે: એક આરોપી હજુ ફરાર, અન્ય ગુનાઓ ઉકેલાવાની શક્યતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગમાં મયુર ચમનભાઈ ડાભી નામનો અન્ય એક શખ્સ પણ સામેલ છે, જે હાલ પોલીસ પકડથી દૂર નાસતો ફરે છે. તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ગેંગ ખાસ કરીને ભીડભાડવાળી બસોમાં આયોજનબદ્ધ રીતે ચઢીને વૃદ્ધો અને મહિલાઓને જ નિશાન બનાવતી હતી. હાલ વાડજ પોલીસ અને LCBની ટીમ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી શહેરમાં બનેલી આ પ્રકારની અન્ય ચોરીની ઘટનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં દિશા કમિટી બેઠક યોજાઈ:વિકાસ યોજનાઓની સમીક્ષા કરાઈ, મહિલા ડ્રાઇવિંગ તાલીમ શરૂ કરવા સૂચન
    Next Article
    અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા:રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી, નુકસાનની ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment