Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેત્રુંજી કેનાલનો પાળો તૂટતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા:નવા રતનપર ગામે પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી જાય છે; મરામતની દરખાસ્ત મંજૂરી માટે મોકલાઈ-કાર્યપાલક ઈજનેર

    1 day ago

    ભાવનગર જિલ્લાના નવા રતનપર ખાતેથી પસાર થતી શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલ ગ્રામજનો માટે આશીર્વાદને બદલે અભિશાપ બની રહી છે, ચોમાસા દરમિયાન વરસાદી પાણીના વધુ પ્રવાહને કારણે આ કેનાલ વારંવાર તૂટવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ‘પાળો તૂટવાથી નહેરનું પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી જાય છે’ ​આ અંગે નવા રતનપરના રહેવાસી મકવાણા ગોવિંદભાઈએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, કેનાલની બાજુમાં અંદાજે 100 મીટરના અંતરે એક હજારથી વધુ લોકોની વસ્તી વસવાટ કરે છે, જેમાં ખેડૂતો અને પશુપાલકોનો સમાવેશ થાય છે. કેનાલનો પાળો તૂટવાને કારણે નહેરનું પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. જેનાથી ગરીબ પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અવારનવાર નુકસાન વેઠવું પડે છે. આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે અને સિંચાઈ વિભાગ દ્વારા માત્ર કામચલાઉ મરામત કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ આવતો નથી. દરેક ચોમાસામાં ફરીથી એ જ સ્થિતિ સર્જાય છે. 'બંને બાજુઓની પાળ (કાંઠા) ઊંચી કરવામાં આવે' નવાગામના જાગૃત નાગરિકો દ્વારા સિંચાઈ વિભાગ અને સરકાર સમક્ષ પ્રબળ રજૂઆત કરવામાં આવી છે કે, ​કેનાલની બંને બાજુઓની પાળ (કાંઠા) ઊંચી કરવામાં આવે, જેથી વરસાદી પાણી કેનાલમાં ન ભળે અને પ્રવાહ સુરક્ષિત રહે. ​કેનાલના આધુનિકીકરણ અને મજબૂતીકરણ માટે તાત્કાલિક અસરથી નક્કર પગલાં લેવામાં આવે. ​આ વિસ્તારના હજારો લોકો આજે પણ ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે છે કે પછી ગામવાસીઓને ચોમાસામાં ફરી તારાજી વેઠવી પડશે. મરામતની દરખાસ્ત મંજૂરી માટે મોકલાઈ અંગે કાર્યપાલક ઇજનેર નરેન્દ્ર તરસરિયાએ જણાવ્યું હતું કે, નવા રતનપર ગામે કેનાલની નીચેથી વોકળું જતું હતું, પાણી જવાનો રસ્તો હતો નહિ એટલે ખાલી વોકળું તૂટ્યું છે. જે જર્જરિત હતું અને આપણે એને મરામત કરવાનું જ હતું, આપણે એપ્રુવલ માટે મોકલી દેવામાં આવ્યું છે. ડિઝાઈન બનાવીને મોકલી દેવામાં આવી છે જેની પ્રોસેસિંગમાં છે અને વહેલા તકે કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    SCમાં રામમંદિર ચોરી કેસમાં 13 જુલાઈએ સુનાવણી:દાન પેટીમાં આવતું દાન ઘટ્યું, 500ની નોટોમાં મોટો ઘટાડો, ગણતરી કરનારા 23 કર્મચારીઓના એક સાથે રાજીનામા
    Next Article
    TRP ગેમઝોન અગ્રિકાંડના આરોપી મનસુખ સાગઠીયાના નિવૃતિ લાભો અટકાવાયા:ફોજદારી કેસો અને ખાતાકીય તપાસને ધ્યાનમાં રાખીને મનપાનો નિર્ણય, ટૂંક સમયમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂંકની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment