Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોપલ TRP મોલમાં લાગેલી આગ કાબૂમાં:ગ્રાઉન્ડ ફ્લોર પર બેગની દુકાનમાં આગ લાગતા અફરાતફરી, મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો

    17 hours ago

    અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં TRP મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બેગની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. બેગની દુકાનમાં આગ લાગી હોવાના કારણે ખૂબ જ ધુમાડો થયો હતો. ફાયર બ્રિગેડે દુકાનમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો. TRP મોલની દુકાનમાં આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. TRP મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં આગ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં TRP મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં આગ લાગી હોવા અંગેનો મેસેજ મળતા બોપલ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નવકાર એન્ટરપ્રાઇઝ નામની નાની બેગ અને લગેજની બેગની દુકાનમાં આગ લાગેલી હતી અને ખૂબ જ ધુમાડા થતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડો ફેલાઈ ગયો હતો ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો હતો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાંથી રામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!:SITએ પૂછ્યું- કોને આપી હતી, મહંતે કહ્યું- ટિન્નુને આપી હતી, રસીદ પણ આપી નહોતી; ચાંદીની ઈંટ આપનાર વેપારીએ સત્ય જણાવ્યું
    Next Article
    ધ્રાંગધ્રામાં પાવર ગ્રીડ લાઇનના કામ મુદ્દે ખેડૂતોનો હોબાળો:ધારાસભ્યનો ઉધડો લીધો, સ્થિતિ તંગ બનતાં પોલીસ દોડી થઈ, પાવર ગ્રીડ કંપની પર દાદાગીરી-જોહુકમીનો પણ આક્ષેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment