Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાંબુઆ-કપુરાઇ રોજ પર અકસ્માત:પાણી ભરેલા ખાડામાં ઈકો પડી, દરવાજા ન ખૂલ્યા,પરિવાર અડધો કલાક સુધી બેસી રહ્યો

    1 day ago

    દહેજથી મધરાતે વડોદરા પરત ઘરે આવતા પરિવારની કાર જાંબુઆ બ્રિજથી કપુરાઇના રસ્તે પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનો બચાવ થયો હતો. આજવા રોડ ખાતે રહેતા સુજિત સિંઘનો પરિવાર દહેજથી પરત ઘરે આવી રહ્યો હતો. તે વખતે રાત્રે 2.30 વાગ્યાના સુમારે જાંબુઆ બ્રિજથી કપુરાઇના રસ્તે મહાદેવ હોટેલની સામે તેમની ઇકો પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. ત્યારબાદ કારમાં રહેલા પરિવારે બહાર નીકળવાનો પ્રયાસ કરતાં દરવાજો ખૂલ્યો નહોતો. દરમિયાન ગાડીમાં ધીમે ધીમે પાણી ભરાતાં પરિવાર ડરી ગયો હતો. બીજી તરફ એક રાહદારીએ 112ને કોલ કરતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ભારે જહેમત બાદ પરિવારને હેમખેમ બહાર કાઢ્યો હતો. પરિવારે પોલીસને જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડ ન આવ્યું ત્યાં સુધી પરિવારના સભ્યો અડધો કલાક કારમાં ફફડતા હૈયે બેસી રહ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ફાયરબ્રિગેડે ઘટના સ્થળે આવીને રેસ્કયૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સેફ્ટી પ્રોટોકોલ મુજબ આ રીતે કારમાં બેસી રહેવું હિતાવહ નથી. પાણી ઓછું હોવાથી અને ફાયરબ્રિગેડ આવી જવાથી બચાવ થઇ ગયો. વાન સીધી જ ખાડામાં ઝાડી વચ્ચે ફસાઇ ગઇ કાર અચાનક જ પાણી ભરેલા ખાડામાં ખાબકી. ખાડામાં પાણી અને ઝાડીઓની પાછળ ગાડી હતી. મને લાગ્યું કે, અંદર 4થી 5 લોકો છે. મેં બૂમો પાડી તેમને ચિંતા ના કરો એમ કહ્યું અને 112ને કોલ કર્યો હતો. ખાડો ઘોર અંધારામાં હોવાથી મારી પણ અંદર જવાની હિંમત ન થઇ. જોકે મિનિટોમાં જ 112 પોલીસ આવી ગઇ હતી. ફાયરબ્રિગેડે પણ આવી તેમને અઢી કલાકે સહી સલામત કાઢ્યા હતા. ત્યાં સુધી હું પણ ત્યાં જ રહ્યો હતો.(કારની પાછળ બાઈક પર આવી રહેલા ગોરવાના આબિદ દીવાનના જણાવ્યા મુજબ) ફાયરબ્રિગેડ-પોલીસની ટોર્ચના પ્રકાશમાં રેસ્કયૂ કર્યું પાણીગેટ ફાયરબ્રિગેડના સબ ઓફિસર રવીન્દ્ર દેવરેએ કહ્યું કે, પાણી ઓછું હતું, પણ કારમાં ભરાવાનું શરૂ થતાં પરિવાર ડરી ગયો હતો. સીડી ગોઠવી તેમને બહાર કઢાયા હતા. પોલીસે તેમની સાથે વાત કરી સાંત્વના આપી હતી. પોલીસ, ફાયરબ્રિગેડની ટોર્ચના પ્રકાશમાં રેસ્ક્યૂ કરાયું હતું. કાર પાણીમાં ફસાય ત્યારે આ 3 ઉપાય કરી શકાય
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગૌ સેવા માટે નવી એમ્બ્યુલન્સ શરૂ:ચાણપર હનુમાન ટ્રસ્ટ દ્વારા નિરાધાર ગૌવંશને મદદ
    Next Article
    Bruno Breaks Silence On Portugal's WC Exit, Sends Message To Ronaldo And Co

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment