Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગૌ સેવા માટે નવી એમ્બ્યુલન્સ શરૂ:ચાણપર હનુમાન ટ્રસ્ટ દ્વારા નિરાધાર ગૌવંશને મદદ

    21 hours ago

    સુરેન્દ્રનગરમાં શ્રી ચાણપર હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા માટે એક નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેવા નિરાધાર અને ઇજાગ્રસ્ત ગૌવંશને તાત્કાલિક સારવાર અને સુરક્ષા પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ લોકાર્પણ કાર્યક્રમ પદ્માવતી શો રૂમ ખાતે જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગ અભીભાઈ સંઘવી અને અલ્પેશભાઈ વસાણીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાખવામાં આવ્યો હતો. મુખ્ય દાતા જલારામ કૃપાના સહયોગથી આ ગૌશાળા એમ્બ્યુલન્સ સેવા કાર્યરત બની છે. આ પ્રસંગે પદ્માવતી શો રૂમના અભીભાઈ સંઘવી, અલ્પેશ સાડી શો રૂમના અલ્પેશભાઈ વસાણી, ઝેન સાડીના અમિતભાઈ શાહ, સાડી એસોસિએશનના પ્રમુખ જામાભાઈ ગરિયા, રાજેશ પ્લાસ્ટિક વાળા ભાવેશભાઈ, અનેરી સાડી વાળા કલ્પેશભાઈ, રાજુભાઈ ઢગલાવાળા સહિત સમગ્ર સાડી એસોસિએશનની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત, મિત્રવર્તુળ, જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખ ગુંજનભાઈ સંઘવી, જૈન સમાજ યુવા અગ્રણી રચિતભાઈ શાહ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના કારોબારી સદસ્યો, વેપારી વર્ગ તેમજ શ્રી ચાણપર હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો રમેશભાઈ ખરાડિયા, શરદભાઈ શાહ, ભીખાભાઈ, કુલદીપભાઈ સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાડી એસોસિએશન છેલ્લા ઘણા સમયથી જીવદયા અને પાંજરાપોળ માટે વિવિધ સેવાકીય કાર્યોમાં સતત સહયોગ આપી રહ્યું છે. ઉપસ્થિત મહાનુભાવોએ ગૌસેવા અને જીવદયા જેવા પવિત્ર કાર્યોમાં સમાજના સહયોગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ નવી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ગૌવંશને તાત્કાલિક સારવાર અને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.
    Click here to Read More
    Previous Article
    આણંદના વિદ્યાર્થીઓએ વઢવાણ સુરસાગર ડેરીની મુલાકાત લીધી:સહકારી વ્યવસ્થાનો વ્યવહારુ અભ્યાસ કર્યો
    Next Article
    જાંબુઆ-કપુરાઇ રોજ પર અકસ્માત:પાણી ભરેલા ખાડામાં ઈકો પડી, દરવાજા ન ખૂલ્યા,પરિવાર અડધો કલાક સુધી બેસી રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment