Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારંજ પોલીસે તિરંગા યાત્રાનું આયોજન કર્યું:ભદ્રકાળી મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાયું

    18 hours ago

    અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન દ્વારા આજે ભદ્રકાળી મંદિર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ યાત્રામાં શાંતિ સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો, સ્વયંસેવકો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ભદ્રકાળી મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સહભાગીઓએ હાથમાં તિરંગો લઈને દેશપ્રેમના નારા લગાવ્યા હતા. "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" જેવા ઘોષણાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. "મેરે દેશ કી ધરતી" અને "મેરા રંગ દે બસંતી ચોલા" જેવા દેશભક્તિ ગીતો પણ વગાડવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો હતો. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, શાંતિ અને સૌહાર્દનો સંદેશ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થયો. ઉપસ્થિત તમામ લોકોએ દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત ખાડી પૂર, હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક:9,100 પરિવારનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ, 800થી વધુને રૂ.6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી
    Next Article
    Chennai confirmed hosts of BBL 2026 opener: Renegades face Scorchers on Dec 12

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment