Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં દારૂના આરોપીને પાસા હેઠળ જેલ:રાણાવાવ પોલીસે કાનાભાઈ મોરીને સુરત જેલમાં મોકલ્યા

    2 days ago

    પોરબંદર જિલ્લામાં ગેરકાયદે દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા કાનાભાઈ કરમણભાઈ મોરી (ઉ.વ. 23) સામે પાસા (P.A.S.A.) હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કાનાભાઈ મોરી રાણાવાવ તાલુકાના કાઢીયાનેશ ગામના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ગેરકાયદેસર દેશી દારૂના જથ્થાની હેરફેરના ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસે આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર કરી આરોપીને પાસા હેઠળ અટકાયતમાં રાખવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરીયાએ પાસા વોરંટની અમલવારી કરી આરોપી કાનાભાઈ મોરીને સુરત જેલ ખાતે મોકલી આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જગન્નાથ પુરીના રાજાનો રાષ્ટ્રપતિ અને પીએમને પત્ર:કહ્યું- ઇસ્કોન દ્વારા અલગ સમયે રથયાત્રાનું આયોજન કરવું ખોટું; પરંપરાનું રક્ષણ કરવા અપીલ
    Next Article
    શહેર-જિલ્લામાં આવેલી 1200 જેટલી સરકારી શાળાઓમાં સમાન હાલત:સત્ર શરૂ થયાના મહિને પણ સરકારી સ્કૂલોમાં સ્વાધ્યાયપોથીઓ ન અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment