Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળા ડિબાંગ વાદળો પણ વરસ્યા નહી:અમરેલીમાં બીજા દિવસે પણ વરસાદી વિરામ રહ્યો

    2 days ago

    અમરેલીમાં મેઘમહેર બાદ બીજા દિવસે પણ વરસાદી વિરામ રહ્યો હતો. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવણીની શરૂઆત કરી હતી. અમરેલીમાં આજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતાં. અમરેલી જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું. ખેતરો પાણીથી લથબથ થઈ ગયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ વિરામ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ વાવણી સહિતના ખેત કામગીરી ફરૂ શરી કરી હતી. અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવણીનો આરંભ કર્યો હતો. અમરેલીમાં ગુરૂવારે દિવસભર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. પરંતુ વરસાદ આવ્યો ન હતો. અમરેલીમાં પણ બે દિવસ પૂર્વે એક સાથે સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ધનિયોલ-બાબરા રોડનું પહેલા જ વરસાદમાં ધોવાણ:6 મહિનામાં જ ગાબડાં પડતા ગુણવત્તા સામે સવાલો
    Next Article
    Explosions Heard In Iran As Ali Khamenei Is Buried, US Denies Strikes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment