Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ ગ્રાસે મક્ષિકા:ઈન્દ્રપુરીમાં અર્બન સેન્ટરથી રામોલ પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો ધોવાઇ ગયો

    2 days ago

    શહેરના ઈન્દ્રપુરી વોર્ડમાં ચોમાસાની શરૂઆતમાં જ તંત્રના કરોડો રૂપિયાના રોડ રિસરફેસિંગના દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. વોર્ડમાં આવેલી પુષ્પાંજલિ વિદ્યાલય પાસેના અર્બન હેલ્થ સેન્ટરથી રામોલ પોલીસ સ્ટેશન સુધીનો આખો રોડ માત્ર એક જ વરસાદમાં તૂટી ગયો છે. પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ રોડ પર ઠેરઠેર મોટાં-મોટાં ગાબડાં પડી જતાં આખો માર્ગ અત્યારે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ મુખ્ય માર્ગ પર અનેક નાના-મોટા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટો આવેલા છે. જેના કારણે અહીં ફેક્ટરીઓમાં કામ કરતા હજારો કારીગરો, શ્રમિકો અને આસપાસની વસાહતોના સ્થાનિક નાગરિકો દિવસ-રાત સતત આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. ઉપરાંત, કેનાલ પાસે જવા માટે અને આ જ માર્ગેથી વસ્ત્રાલ તરફ જતા વાહનચાલકોની પણ અહીં 24 કલાક ભારે અવરજવર રહે છે. રસ્તા પર પડેલા ખાડાઓના લીધે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પહેલા વરસાદમાં રોડ તુટયા તો ભારે વરસાદમાં શુ થશે ? રસ્તો તૂટ્યાને દિવસો વીતી ગયા હોવા છતાં, મ્યુનિ દ્વારા આ ગાબડાં પૂરવા કોઈ ફરકતુ જ નથી. વરસાદી પાણી ભરાવાને કારણે ખાડાઓ દેખાતા નથી, વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે. સ્થાનિકો સવાલ કરે છે કે પહેલા વરસાદમાં રસ્તા તૂટતા હોય તો ભારે વરસાદમાં શું થશે જવાબદાર સામે પગલા ભરવા લોકમાગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતથી હુમલાનો પ્રયાસ:સંજયનગરના નિવૃત રેલવે કર્મીને આંતરી છરી બતાવી ધમકી દીધી
    Next Article
    ‘Is it normal to have a HbA1c of 13 for a recently diagnosed type 1 diabetic?’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment