Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતથી હુમલાનો પ્રયાસ:સંજયનગરના નિવૃત રેલવે કર્મીને આંતરી છરી બતાવી ધમકી દીધી

    2 days ago

    શહેરના સંજયનગરના નિવૃત રેલવે કર્મીને આંતરી 2 શખ્સે જુની અદાવતનું મનદુઃખ કરી છરી બતાવી ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ગાંધીગ્રામ, સંજયનગરમાં રહેતા 65 વર્ષીય નિવૃત રેલવે કર્મચારી પુંજાભાઈ રાજાભાઈ રાડાની ફરિયાદ અનુસાર તેઓ ગુરુવારે પોતાની જીજે 11 બીઇ 0637 નંબરની બાઈક પર રેલવે સ્ટેશન મહુવા નીકળ્યા હતા ત્યારે સરકારી ગોડાઉન પાસે રામા લખા રાડા રીક્ષા લઈને આવ્યો હતો અને હું મારા બાપાને બોલાવી લાવવું તેમ કહી ફોટો પાડી જતો રહ્યો હતો. બાદમાં પુંજાભાઈ રેલ્વે સ્ટેશન ખાતેથી દવા લેવા રાજકોટ ગયા હતા અને રાજકોટથી પરત આવી બાઈક પર ઘરે જતા હતા. ત્યારે બપોરના સંજયનગર ગોળાઈ માતાજીના મઢ પાસે રામા લખા રાડા અને તેનો ભાઈ સુદા રાડા ઉભા હતા. વૃધ્ધને રસ્તામાં રોકી ​જૂની અદાવત રાખી ગાળો કાઢી હતી અને પોતાની બાઈકની સીટ નીચેથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વૃદ્ધ જ્યારે જીવ બચાવીને ઘરે પહોંચ્યા, ત્યારે પણ આરોપીઓએ તેમના ઘર પાસે આવીને ગાળો ભાંડી ધમકી આપી હતી. ઘટના અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલિકાની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ:મોડાસામાં 24 કાચાં-પાકાં દબાણ હટાવ્યા
    Next Article
    પ્રથમ ગ્રાસે મક્ષિકા:ઈન્દ્રપુરીમાં અર્બન સેન્ટરથી રામોલ પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો ધોવાઇ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment