Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનના પરમાણુ મથકો પાસે હુમલો; રામ મંદિરના દાનની ચોરીના પૈસા વ્યાજે આપ્યા; કોકરોચ પાર્ટી ફાઉન્ડર પોલીસના પગે પડ્યા

    2 days ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનના પરમાણુ મથકો પાસે અમેરિકી હુમલાના છે. બીજા સમાચાર રામ મંદિરના ચઢાવાની ચોરીને લઈને છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ચોરીના પૈસા વ્યાજે આપ્યા હતા. અમે તમને એ પણ જણાવીશું કે કોકરોચ પાર્ટીના ફાઉન્ડરે પોલીસના પગ કેમ પકડ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાનના પરમાણુ મથકો નજીક અમેરિકી હુમલો:2 દિવસમાં 170 સ્થળોએ મિસાઈલ અને ડ્રોન દાગ્યા; જવાબમાં ઈરાને USAના સૈન્ય મથકો પર હુમલા કર્યા ઈરાને અમેરિકા પર તેના એકમાત્ર બુશેહર પરમાણુ વીજ મથક (પાવર ફેસિલીટી) નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ આ હુમલો બપોરે આશરે 12 વાગ્યે થયો હતો. બીજી તરફ, ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ છેલ્લા 2 દિવસમાં ઈરાનના 170 સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન દાગ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન અને મિસાઈલના ભંડાર, સૈન્ય સ્પીડ બોટ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. રામમંદિર દાન ચોરીના પૈસા શેરબજારમાં લગાવ્યા:આરોપીઓને પોલીસ તેમના ઘરે લઈને પહોંચી, સંબંધીઓના 30 બેંક ખાતા ફ્રીઝ કર્યા અયોધ્યા રામ મંદિર દાન ચોરીના કેસમાં આરોપી અનુકલ્પ મિશ્રાને પોલીસ ગુરુવારે સવારે 9 વાગ્યે તેના ઘરે લઈ ગઈ. ત્યાં લગભગ 20 મિનિટ સુધી તપાસ કરી. ઘરના સભ્યોની પણ પૂછપરછ કરી. તપાસમાં શું મળ્યું, તે હજુ સુધી સ્પષ્ટ નથી. પોલીસ સૂત્રો અનુસાર, અનુકલ્પે પૂછપરછમાં જણાવ્યું કે હું અને અવિનાશ શુક્લા ચોરીના પૈસા શેર માર્કેટમાં રોકતા હતા. લોકોને વ્યાજ પર આપતા હતા. પૈસા નજીકના સંબંધીઓ અને સગાંઓને આપતા હતા. પછી તેમની પાસેથી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ સપ્લાય કરશે:પરમાણુ ઉર્જા અને હથિયારો માટે જરૂરી; મોદી ઓસ્ટ્રેલિયન પીએમને બોલ્યા- અમે તમારી પાસેથી શીખી રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં 30 હજાર ભારતીયોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું- હું 12 વર્ષમાં ત્રીજી વાર ઓસ્ટ્રેલિયા આવ્યો છું, એટલે કે મારી હેટ્રિક થઈ ગઈ છે. મારા આવવામાં અને ઓસ્ટ્રેલિયા-ભારતના સંબંધોમાં સૌથી મોટી ભૂમિકા આપ લોકોની છે. આ શો હાઉસફુલ છે. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ પર મહોર લાગી. મેલબોર્નમાં વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે મીટિંગ બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંરક્ષણ, વેપાર, ઊર્જા, અવકાશ અને મહત્વપૂર્ણ ખનિજો (ક્રિટિકલ મિનરલ્સ) સહિત અનેક ક્ષેત્રોમાં કરારોની જાહેરાત કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કાકરોચ પાર્ટીના સ્થાપક દીપકેએ પોલીસના પગ પકડ્યા:જંતર-મંતર પર તંબુ લગાવવાની મંજૂરી માગી, કહ્યું- હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને વરસાદથી બચાવવાના છે નીટ પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) 20 દિવસથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે સ્થાપક અભિજીત દીપકે વીડિયો શેર કર્યો જેમાં તેઓ પોલીસકર્મીઓ સામે હાથ જોડતા અને પગ પકડતા જોવા મળી રહ્યા છે. તેમણે વીડિયો શેર કરતા લખ્યું- વિરોધ પ્રદર્શન કરી રહેલા અને ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ વરસાદમાં પલળી રહ્યા છે. મેં પોલીસ અધિકારીઓ પાસેથી જંતર-મંતર પર તંબુ લગાવવાની પરવાનગી માંગી છે. જેથી વિદ્યાર્થીઓને વરસાદથી બચાવી શકાય. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ચોમાસાએ આખા દેશને આવરી લીધો:MPમાં યુવક નદીમાં તણાયો, ઉત્તરાખંડના ઉત્તરકાશી-ટિહરીમાં ભૂસ્ખલન; ઘર પડ્યું ચોમાસાને કારણે તમામ રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ છે. યુપીમાં ગુરુવાર સવારથી નોઈડા, મથુરા, મેરઠ, બુલંદશહેર સહિત 50 શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નોઈડામાં રસ્તાઓ પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. જ્યારે, ગાઝિયાબાદમાં 10 ફૂટ રસ્તો ધસી ગયો. તેમાં કાર અને બાઇક ખાડામાં ખાબકી હતી. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નાલુપાણી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું. જ્યારે, ટિહરીમાં બુધવારે NH-707A પર દુકાનો પાસે ભૂસ્ખલનમાં એક મકાન ધરાશાયી થયું. આસપાસના બેથી ત્રણ મકાનો ગમે ત્યારે પડી શકે છે.સંપૂર્ણ સમાચાર વાંચો 6. ઓમાનના દરિયામાં જહાજ ડૂબતા બે ગુજરાતીના મોત:બંને એન્જિન ફેઈલ થતાં 14 ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદ્યા, 12નું રેસ્કયૂ ઓમાનના દરિયામાં ગુજરાતના સલાયાનું એક માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર કુલ 14 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મોત નીપજ્યા છે. જ્યારે 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.મોત થનાર ખલાસીઓના નામ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા છે. દુબઈથી જીબુટીની સફર દરમિયાન અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર, ગંભીર અકસ્માતનો ભોગ બનેલું સલાયાનું આ જહાજ 'મહેબૂબ એ બુખારી' (જેનો રજીસ્ટ્રેશન નંબર BDI 1415 છે) હતું. આ જહાજ 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને જીબુટી જવા માટે રવાના થયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં ખાડીના રિ-ડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવ્યા:મિટિંગમાં મુખ્યમંત્રીનો આદેશ-ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડો, પૂર માટે જવાબદાર અધિકારી-કોન્ટ્રાક્ટરો બચશે નહીં સુરતમાં બુધવારે વરસાદે વિરામ લીધો હતો પણ બે દિવસમાં વરસેલા 18 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થતા ભારે તારાજી સર્જાઈ છે. ત્રણ દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. આ ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા. સુરત સર્કિટ હાઉસ ખાતે સીએમની અધ્યક્ષતામાં 2 કલાક સુધી યોજાયેલી મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રિ-ડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવાના પણ આદેશો કર્યા છે. ખાડી માટે જરૂર પડે તો વધુ 1500 કરોડ ફાળવવા તૈયારી બતાવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ શરદ પવારના NDAમાં જોડાવાની અટકળો:પાર્ટીએ કહ્યું- અહેવાલો પાયાવિહોણા, વિપક્ષને નબળો પાડવાનું ષડયંત્ર; એક દિવસ પહેલા પવાર-શિંદેની મુલાકાત થઈ હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ભારતીય એન્જિનિયરે અમેરિકામાં પત્નીની હત્યા કરી:પછી ગર્લફ્રેન્ડને મૃતદેહનો ફોટો મોકલ્યો, હવે જામીન માટે ₹47 કરોડ આપવા પડશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. બિઝનેસઃ સોનું ₹1022 વધીને ₹1.43 લાખ પર પહોંચ્યું:આ વર્ષે ₹10 હજાર મોંઘું થયું, ચાંદી ₹1752 વધીને ₹2.23 લાખ પ્રતિ કિલો થઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ લેન્સેટનો અભ્યાસ- કુપોષણનો બેવડો બોજ:બાળપણમાં પાતળા, પરંતુ 9 વર્ષની ઉંમરે ઘણા બાળકો જાડા થઈ રહ્યા છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ધર્મઃ 14 જુલાઈએ જેઠ મહિનાની અમાસ:હળ અને કૃષિ ઓજારોની પૂજા કરવાનું મહત્ત્વ, હલહારિણી અમાસ પર કરો આ શુભ કાર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ અંડર-19 ક્રિકેટ મેચ, શ્રીલંકાએ ભારતને હરાવ્યું:ત્રણ મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી, છેલ્લા બોલ પર છગ્ગાથી મેચ પલટાઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જાપાનના બ્લેક એગથી આયુષ્ય વધી જાય છે જાપાનનું બ્લેક એગ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ઈંડું ખાવાથી આયુષ્ય 7 વર્ષ સુધી વધી શકે છે. જો કે, વૈજ્ઞાનિકોને આ વાતનો કોઈ પાકો પુરાવો મળ્યો નથી. સલ્ફરવાળા પાણીમાં ઉકાળવાના કારણે આ ઈંડું કાળું થઈ જાય છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: નિજ્જરને લોરેન્સે ટપકાવ્યો:FBI અને કેનેડાની પોલીસનો ધડાકો, અમદાવાદની સાબરમતી જેલમાંથી ખેલ પાડ્યો, ભારત વિરોધી ટ્રૂડો ભોંઠા પડ્યા 2. એક છોકરા પર 95 હજાર કમિશન, કામ ભારતીયોને લૂંટવાનું:પાકિસ્તાની એજન્ટ સાથે ડીલ, ગેંગમાં સામેલ થઈને કંબોડિયા-મલેશિયા પહોંચ્યો રિપોર્ટર...પાર્ટ-1 3. ખાડામાં સ્કૂટર ઘૂસી ગયું ને માથું ફૂટી ગયું:આખરે ગુજરાતના રસ્તા સોનપાપડીની જેમ કેમ તૂટી રહ્યા છે, એક્સપર્ટ પાસેથી જાણો ગોલમાલ અને ઉકેલ 4. આજનું એક્સપ્લેનર:ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયનમાંથી ‘લૂઝર’ કેવી રીતે બની; આયર્લેન્ડ સામે સિરીઝ હારી, આખરે જીતની ફોર્મ્યુલા કેમ બદલાઈ 5. અમદાવાદ રથયાત્રામાં પૂરી જેવી ભાગદોડ નહીં જ થાય:ખાસ ઝીગઝેગ ફોર્મ્યુલા, મંદિર બહાર લાઈનમાંથી પણ ભગવાનના દર્શન થશે: પોલીસે બનાવ્યો સ્પેશિયલ પ્લાન 6. મેડમને લાઈક આપી ઓફિસરને ગલગલિયા થયા:‘અમે જ તારા બાપુજી અને દાદા છીએ’, BJPના નેતાએ અધિકારીને ચરબી દેખાડી; સાંસદે ખભે બેસાડી ખિસકોલી રમાડી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિને ધીરજનું મીઠું ફળ મળશે, મિથુન સહિત 4 રાશિને કામનો બોજ વધશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડન ડ્રેસ અને કરોડોની ડાયમંડ જ્વેલરી:ઈશા અંબાણીના 'ક્લિઓપેટ્રા' લુક પર 'વોગ'ની એડિટર પણ ફિદા; મનીષ મલ્હોત્રાને સપોર્ટ કરવા પેરિસ ક્યુટોર વીકમાં પહોંચી
    Next Article
    વૃક્ષો જેવું કામ કરશે આ મશીન!:કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવશે, ગુજરાતી પ્રોફેસરે અદભૂત ચેમ્બર બનાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment