Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડ ભૂલાતો નથી!':'ચાર મહિનામાં નવી ગર્લફ્રેન્ડ પટાવી લીધી', 'હું હજી પણ જૂની યાદોમાં ફસાયેલી છું, આગળ કેવી રીતે વધવું?'

    2 days ago

    પ્રશ્ન- મારી ઉંમર 25 વર્ષ છે. 5 મહિના પહેલાં મારું બ્રેકઅપ થયું. અમે એક વર્ષથી રિલેશનશિપમાં હતા. તે તો મૂવ ઓન કરી ગયો. ચાર મહિના પછી નવી ગર્લફ્રેન્ડ પણ બનાવી લીધી, પરંતુ હું હજી પણ તે જ જગ્યાએ અટવાયેલી છું. હું મૂવ-ઓન કરી શકતી નથી. તેના વિશે જ વિચારું છું, બીજા એકાઉન્ટથી તેનું સોશિયલ મીડિયા સ્ટોક કરું છું (કારણ કે ઓફિશિયલ એકાઉન્ટ પર અમે એકબીજાને બ્લોક કરી દીધા છે). હું આગળ વધવા માંગુ છું, પરંતુ વધી શકતી નથી. હું શું કરું? નિષ્ણાત: ડૉ. જયા સુકુલ, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, નોઈડા જવાબ- પ્રશ્ન પૂછવા બદલ આભાર. તમે લખ્યું છે કે બ્રેકઅપ પછી પણ તમે વારંવાર તમારા એક્સ વિશે વિચારો છો અને બીજા એકાઉન્ટથી તેની પ્રોફાઇલ સ્ટોક કરો છો. પ્રશ્ન એ છે કે આવું શા માટે થાય છે? શા માટે બ્રેકઅપના મહિનાઓ પછી પણ કોઈ એક વ્યક્તિનો વિચાર વારંવાર આવતો રહે છે? શા માટે આપણે વારંવાર તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોવાથી પોતાને રોકી શકતા નથી? આનો જવાબ ફક્ત પ્રેમમાં જ નહીં, પરંતુ આપણી ભાવનાઓ અને ટેવોમાં છુપાયેલો છે. જો એ સમજાઈ જાય કે તમારું મન કઈ વસ્તુને પકડી રાખ્યું છે તો મૂવ-ઓન કરવું પણ સરળ બની શકે છે. ચાલો, તેને સમજીએ. તે છોકરાને યાદ કરી રહ્યા છો કે સંબંધના અહેસાસને? બ્રેકઅપ પછી ઘણીવાર આપણને લાગે છે કે આપણે તે જ વ્યક્તિને યાદ કરી રહ્યા છીએ. પરંતુ દર વખતે આવું નથી હોતું. ઘણીવાર આપણને તેની હાજરી કરતાં તે અનુભવ વધુ યાદ આવે છે, જે તેની સાથે હોવા પર મળતો હતો. જેમ કે કોઈ આપણી રાહ જોતું હતું, આપણી પરવા કરતું હતું, આપણને ખાસ અનુભવ કરાવતું હતું અથવા કહ્યા વગર આપણી વાતો સમજી જતું હતું. તેથી, સૌથી પહેલા તમારી જાતને પૂછો કે તમને ખરેખર તે વ્યક્તિની કમી વર્તાય છે કે તે સંબંધમાંથી મળતી આત્મીયતા અને શાંતિની. તેને નીચે આપેલા ગ્રાફિકથી સમજો. તમને કઈ વાતો યાદ આવે છે? જ્યારે એ સમજાઈ જાય કે તમને વ્યક્તિ કરતાં સંબંધ સાથે જોડાયેલી કેટલીક લાગણીઓ યાદ આવે છે, ત્યારે આગલું પગલું એ ઓળખવાનું છે કે તે લાગણીઓ આખરે શું છે. શું તમને તેની સંભાળ યાદ આવે છે, તેનો ભાવનાત્મક ટેકો, તેની સાથે સુરક્ષિત અનુભવવું કે પછી તેની સાથે વિતાવેલી નાની-નાની પળો? આ બાબતોને ઓળખવી એટલા માટે જરૂરી છે, કારણ કે આ જ તમને જણાવશે કે તમારું મન આજે પણ કઈ વસ્તુને પકડીને બેઠું છે. નીચે આપેલા ગ્રાફિકમાં આવી જ કેટલીક સામાન્ય લાગણીઓ આપવામાં આવી છે. હવે એ વિચારો કે આ બધી લાગણીઓ શું જીવનમાં પહેલી અને છેલ્લી વાર અનુભવાઈ હતી. હવે શું આગળ જીવનમાં કોઈ એવો વ્યક્તિ નહીં આવે, જે– હજુ ઘણી લાંબી જિંદગી બાકી છે. જીવન એક બ્રેકઅપ પર સમાપ્ત થયું નથી. થોડી રાહ જુઓ અને સેલ્ફ કેર પર ધ્યાન આપો. છેલ્લું બ્રેકઅપ શા માટે થયું? જો તમે ખરેખર આગળ વધવા માંગો છો, તો એકવાર ગુસ્સા, પસ્તાવા કે અપેક્ષા વિના તમારા પાછલા સંબંધને પાછળ વળીને જુઓ. તમારી જાતને પૂછો કે તે સંબંધ આખરે શા માટે સમાપ્ત થયો. દરેક બ્રેકઅપનું કોઈને કોઈ કારણ હોય છે. ઘણીવાર બે લોકો વચ્ચે પ્રેમ તો હોય છે, પરંતુ વિશ્વાસ, સંવાદ, સન્માન કે ભવિષ્યને લઈને વિચાર એક સરખા હોતા નથી. કેટલાક સંબંધો ગેરસમજણોથી તૂટે છે, તો કેટલાક સમય સાથે બદલાતી પ્રાથમિકતાઓને કારણે. જ્યારે તમે પ્રામાણિકપણે સમજી લો છો કે સંબંધ શા માટે ટકી શક્યો નહીં, તો તેને વારંવાર આદર્શ માનીને યાદ કરવાને બદલે તેમાંથી શીખ લઈને આગળ વધવું સરળ બની જાય છે. નીચે આપેલા ગ્રાફિકમાં બ્રેકઅપના કેટલાક સામાન્ય કારણો આપવામાં આવ્યા છે. જુઓ કે આમાંથી કઈ બાબતો તમારા સંબંધ સાથે મેળ ખાય છે. આપણે ભૂતકાળમાં શા માટે અટકી જઈએ છીએ? બ્રેકઅપ પછી સૌથી મોટો પડકાર કોઈ વ્યક્તિને ભૂલી જવાનો નથી, પરંતુ આ સત્ય સ્વીકારવાનો છે કે તે સંબંધ હવે સમાપ્ત થઈ ગયો છે. આપણું મન લાંબા સમય સુધી આશા, યાદો અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતું રહે છે. ક્યારેક લાગે છે કે કદાચ બધું પહેલા જેવું થઈ જશે, તો ક્યારેક દિલ જૂની યાદોમાં પાછું ફરે છે. આ જ કારણ છે કે ઘણા લોકો ઈચ્છવા છતાં પણ આગળ વધી શકતા નથી. મનોવિજ્ઞાન કહે છે કે મૂવ-ઓન એક ઘટના નથી, પરંતુ એક પ્રક્રિયા છે. તેથી તેમાં ઉતાવળ નહીં, પરંતુ યોગ્ય ક્રમ જરૂરી છે. ચાલો, આ ત્રણેય તબક્કાઓને વિગતવાર સમજીએ. બ્રેકઅપને સ્વીકારો સૌથી પહેલાં એ સ્વીકારો કે જે થવાનું હતું, તે થઈ ગયું છે. મનના ગુસ્સાને રોકવાને બદલે ખુલ્લેઆમ રડી લો અથવા તેને ડાયરીમાં લખી દો. જ્યારે તમે વર્તમાનની સચ્ચાઈને કોઈ અપેક્ષા વિના જોવાનું શરૂ કરશો, ત્યારે મન ધીમે ધીમે આ સત્યને અપનાવી લેશે. લેટ ગો કરો લેટ ગોનો અર્થ કોઈને નફરતથી ભૂલી જવું નથી, પરંતુ એવી આદતોથી મુક્ત થવું છે જે તમને ભૂતકાળ સાથે બાંધી રાખે છે. દર વખતે સોશિયલ મીડિયા પર તેની પ્રોફાઇલ જોવી, જૂના ફોટા જોવા, ચેટ્સ વાંચવી અને તેના જીવનના સમાચાર જાણવાનો પ્રયાસ કરવો, આ બધી ક્રિયાઓ તમારા મગજમાં તે જ સંબંધને વારંવાર જીવંત કરે છે. પરંતુ જ્યારે તમે આ ટ્રિગર્સથી દૂર રહો છો, ત્યારે મનને પણ ધીમે ધીમે નવા અનુભવો માટે જગ્યા મળે છે. પોતે જ મૂવ-ઓન થઈ જશે આગળ વધવા માટે તમારું પૂરું ધ્યાન પોતાને સુધારવામાં લગાવો. એક નવી દિનચર્યા બનાવો, યોગ કે પેઇન્ટિંગ જેવા શોખ અપનાવો અને એવા લોકો સાથે સમય વિતાવો, જે તમને ખુશી આપે છે. જ્યારે તમે પોતાને પ્રાથમિકતા આપશો ત્યારે દિલનો ઘા રૂઝાશે અને તમે પણ આગળ વધી શકશો. અંતિમ વાત હવે સમય છે પોતાને આ ભાવનાત્મક લૂપમાંથી બહાર કાઢવાનો. તમારી ખુશીઓ અને કારકિર્દીને તમારી પ્રાથમિકતા બનાવો. ઊંડો શ્વાસ લો, આ વાત પર ભરોસો રાખો કે તમારી વાર્તા અહીં પૂરી થતી નથી, અને એક નવી શરૂઆત માટે હસતાં હસતાં આગળ વધો.
    Click here to Read More
    Previous Article
    India, Australia ink defence pacts, fast-track trade deal
    Next Article
    ફિટનેસનો નવો ટ્રેન્ડ ‘રકિંગ’:સેનાના જવાનોની જેમ પીઠ પર વજન લઈને ચાલવા-દોડવાના 10 ફાયદા, 8 સાવચેતીઓ રાખવી જરૂરી

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment