Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પાટીદાર ચહેરાને ઉતાર્યો:સતીષ પટેલને ટિકિટ, વડોદરા મનપામાં રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

    2 days ago

    વડોદરામાં ભાજપના ગઢ સમાન ગણાતી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયા બાદ યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી છે. સતીષ પટેલ કે જેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. વડોદરાના છાણી વિસ્તારમાં કાર્યરત સેવાભાવી છાણી ધર્માદા ટ્રસ્ટના વહીવટકર્તા અને સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે. સ્થાનિક રાજકારણ અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરાને તક માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સતીશ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.વડોદરાના છાણી વિસ્તારના વતની અને ભાજપના વરિષ્ઠ રાજકીય અગ્રણી સતીશ ગોવિંદભાઇ પટેલ વડોદરાના સ્થાનિક રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે એક જાણીતો ચહેરો છે. તેઓ વડોદરા મહાનગરપાલિકા માં પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. સતીશ ગોવિંદભાઇ પટેલ ભાજપના સંગઠનમાં મજબૂત પકડ ધરાવવાની સાથે છાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. તેઓ છાણી વિસ્તારમાં આવેલા સેવાભાવી 'છાણી ધર્માદા ટ્રસ્ટ' ના મુખ્ય વહીવટકર્તા અને સંચાલક તરીકે પણ સેવાઓ આપે છે. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા દાયકાઓથી છાણી સ્મશાન ગૃહનું સંચાલન અને અન્ય લોકકલ્યાણના કાર્યો કરે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણના મુદ્દે ઉભા થયેલા વિવાદ દરમિયાન છાણી સ્મશાનના લાકડા અન્ય જરૂરિયાતમંદ ગ્રામ્ય સ્મશાનોમાં દાન કરવાના નિર્ણયને પગલે તેઓ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચામાં આવ્યા હતા. આ સિવાય, વડોદરાના સહકારી માળખામાં પણ તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યો તેમજ સ્થાનીય પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહે છે. પસંદગીમાં શહેર પ્રમુખનો હાથ ઊપર રહ્યાની ચર્ચા ઉલ્લેખનીય છે કે, સતીશ પટેલનું નામ છેક દિલ્હીથી જાહેરાત કરવામાં આવી છે. આ ઉમેદવાર પરાક્રમસિંહ, ભાર્ગવ ભટ્ટ અને શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીનો હાથ ઉપર રહ્યો છે. માંજલપુર બેઠક ઉપર ભાજપે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જો કે માંજલપુર વિધાનસભાના તેઓ સ્થાનિક ઉમેદવાર નથી ત્યારે સ્થાનિક લોકો તેઓને કેટલો સ્વીકાર કરે છે તે જોવું રહ્યું. ભાજપનો ગઢ ગણાય છે માંજલપુર બેઠક માંજલપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર ટિકિટ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભારે ખેંચતાણ જોવા મળી રહી હતી. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારો અને સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય લીધા બાદ આ અહેવાલ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અંતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ ગોવિંદભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીનો આજે પણ ફ્લોપ શો:10 બોલમાં માત્ર 15 રન બનાવ્યા; ઈશાન કિશન પણ ફરી સસ્તામાં આઉટ, ભારતની બીજી વિકેટ પડી
    Next Article
    Amreli News | અમરેલીમાં ગેરકાયદે સિંહદર્શન યુવકને ભારે પડ્યું | Lion |Gujarati News|News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment