Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચવા પર પ્રતિબંધ:મહાનગરપાલિકાએ વિક્રેતાઓને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કર્યા

    8 hours ago

    પોરબંદર મહાનગરપાલિકાના એનીમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગે શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા લોકોને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃત કરવાની કામગીરી શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાનો અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે. વિભાગના અધિકારી દિલાવર સાટી અને તેમની ટીમે પોલીસના સહયોગથી જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા વિક્રેતાઓનો સંપર્ક કર્યો હતો. તેમને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓએ વેપારીઓને જાહેરમાં ઘાસચારો વેચવાથી થતી ગંદકી, ટ્રાફિકની સમસ્યા તેમજ માર્ગ અકસ્માતની સંભાવનાઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમને જાહેર સ્થળોએ ઘાસચારાનું વેચાણ ન કરવા સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દિલાવર સાટીએ નાગરિકોને પણ અપીલ કરી હતી કે, શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તથા ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ ટાળી શકાય તે માટે જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા લોકો પાસેથી ઘાસચારો ખરીદવાનું ટાળે. જે નાગરિકોને ગાયોને ઘાસચારો ખવડાવવાની ભાવના હોય, તેઓને ગૌશાળામાં જઈ દાન કે ઘાસચારો અર્પણ કરીને પુણ્યનું કાર્ય કરવા આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કતાર, કુવૈત, બહેરીનમાં અમેરિકી બેઝ પર ડ્રોન એટેક:ઈરાનનો દાવો- મિસાઈલ સિસ્ટમ અને રડાર સિસ્ટમને ઉડાવ્યા, USAનો 90 ઈરાની ઠેકાણાઓ પર હુમલો
    Next Article
    30 હજારથી વધુ મિલકતધારકોને ઘરે બેઠાં મળશે વેરા બિલ:મેયર સાગરભાઈ મોદીની પહેલ, હાઉસ ટેક્સ બિલ વ્હોટ્સએપ પર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment