Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંગાવાડા દરિયા કિનારેથી વિશાળ કન્ટેનર મળી આવ્યું:માંગરોળના સાંગાવાડા કાંઠે રહસ્યમય રીતે તણાઈ આવ્યું વિશાળ કન્ટેનર, તપાસમાં જોતરાઈ શીલ પોલીસ અને વિવિધ એજન્સીઓ.​

    19 hours ago

    જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો લાંબો દરિયાઈ કિનારો છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. આ બંને જિલ્લાના વિવિધ દરિયાઈ કાંઠાઓ પરથી અવારનવાર બિનવારસી હાલતમાં કન્ટેનરો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે ફરી એક વખત જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠા પરથી આવું જ એક રહસ્યમય કન્ટેનર મળી આવતા સ્થાનિક સુરક્ષા તંત્ર દ્વારા કપાસના ધરાય છે. માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામના દરિયા કિનારે દરિયાના મોજાં સાથે તણાઈને એક વિશાળ કદનું લોખંડી કન્ટેનર કાંઠે આવી પહોંચ્યું હતું. આ વિશાળ કન્ટેનરને જોઈને સ્થાનિક માછીમારો અને ગ્રામજનોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. ​કિનારે કન્ટેનર પડ્યું હોવાની અને લોકો ઉમટતા શીલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે કન્ટેનરની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત કરીને તેને પોતાના કબ્જામાં લઈ લીધું હતું. આ કન્ટેનર કયા દેશનું છે, દરિયામાં સફર કરી રહેલા કયા વિશાળ જહાજમાંથી તે છૂટું પડીને અહીં સુધી તણાઈ આવ્યું છે અને તેના માલિક કોણ છે તે સહિતના અનેક વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસનો દોર શરૂ કર્યો છે. ​સમગ્ર મામલે જિલ્લાના એએસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે, આ ચિંતાજનક બાબતને લઈને કન્સલ્ટન્સી એજન્સી તેમજ દરિયાઈ બાબતો સાથે સંકળાયેલા અલગ-અલગ સરકારી વિભાગોને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનરો હાલ અંદરથી ખાલી હોવાનું માલૂમ પડ્યું છે, તેમ છતાં પણ કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ અને અન્ય તપાસનીશ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ પડે તે પહેલા જ રોડ બેસી ગયા, VIDEO:ખોડિયારનગર પાસેનો રોડ અને બોક્સ કલવર્ટ સત્તાવાર રીતે ખુલ્લા મુકાય તે પહેલાં જ ધસી જતાં તંત્રની ભારે ફજેતી
    Next Article
    કાઠી ગામમાં બંધ મકાનમાંથી રૂ. 1.61 લાખની ચોરી:સોના-ચાંદીના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment