Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઠી ગામમાં બંધ મકાનમાંથી રૂ. 1.61 લાખની ચોરી:સોના-ચાંદીના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ

    18 घंटे पहले

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 1,61,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ અંગે એસ.આર.પી.એફ.માં ફરજ બજાવતા ગૃહસ્વામીએ હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાઠી ગામના રહેવાસી અને એસ.આર.પી.એફ. ગ્રુપ-03 મડાણા ખાતે નોકરી કરતા વિનોદજી ચંદુજી ઠાકોર 8 જુલાઈ, 2026 ના રોજ પરિવાર સાથે ઘર બંધ કરીને બહેનના ઘરે તોરણીપુર ગયા હતા. આ દરમિયાન સવારે 10:30 થી બપોરના 12:30 વાગ્યાના સમયગાળામાં અજાણ્યા ચોર ઇસમે બંધ મકાનના રૂમના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ચોરે રૂમમાં રાખેલી લોખંડની તિજોરીનો લોક તોડી કિંમતી દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો. બપોરના સમયે ફરિયાદીના કાકાએ ઘરના દરવાજાનો લોક તૂટેલો જોતા તેમણે ફોન દ્વારા પરિવારને જાણ કરી હતી. પરિવાર તાત્કાલિક ઘરે પરત ફરતા તિજોરીના ખાના બહાર બેડ પર પડેલા જોવા મળ્યા હતા અને અંદરથી સોના-ચાંદીના ઘરેણા ગાયબ હતા. ચોરી થયેલા દાગીનામાં રૂ. 18,000 ની સોનાની કાનની શેર (5 ગ્રામ), રૂ. 40,000 ની સોનાની ચેન (1 તોલો), રૂ. 25,000 ની સોનાની હાંસડી (7.5 ગ્રામ), રૂ. 17,000 નું સોનાનું કડું (5 ગ્રામ) અને રૂ. 18,000 ની સોનાની ગ્રેડવાળી ચાર બંગડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. 22,000 નો ચાંદીનો કંદોરો (450 ગ્રામ), રૂ. 8,000 ની ચાંદીની લક્કી (100 ગ્રામ), રૂ. 1,500 ના ચાંદીના બે માઠિયા (50 ગ્રામ) તેમજ રૂ. 12,000 ની ચાંદીની પોલ (250 ગ્રામ) સહિત કુલ રૂ. 1,61,500 ના મુદ્દામાલની ચોરી થઈ છે. વિનોદજી ઠાકોરની ફરિયાદના આધારે હારીજ પોલીસે અજાણ્યા ચોર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 305(a) અને 331(4) હેઠળ ગુનો નોંધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ બલવંતભાઇ મહેરાઇયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સાંગાવાડા દરિયા કિનારેથી વિશાળ કન્ટેનર મળી આવ્યું:માંગરોળના સાંગાવાડા કાંઠે રહસ્યમય રીતે તણાઈ આવ્યું વિશાળ કન્ટેનર, તપાસમાં જોતરાઈ શીલ પોલીસ અને વિવિધ એજન્સીઓ.​
    Next Article
    જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા:રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિનાં ચેરમેન જાહેર: સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂનાં આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયાનો વળતો પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment