Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં સફાઈના નામે માત્ર ડિંડક?:​ગાંધીચોક નાસાફ રોડ પર સાવરણા ફેરવી નેતાઓ-અધિકારીઓએ કરી ફોટોગ્રાફી, મેયરની લોકોને અપીલ પરંતુ પોતે કર્યું ફોટો સેશન

    7 hours ago

    ​રાજ્યભરમાં શહેરોને સુંદર બનાવવા અને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે સરકાર દ્વારા અવારનવાર કરોડોના ખર્ચે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ જ સિલસિલાના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં પણ સ્વચ્છતા પખવાડિયાના નામે એક વિશેષ સફાઈ ઝુંબેશનું નાટક ભજવવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વૈભવ ફાટક પાસે આવેલા ઐતિહાસિક ગાંધી ચોક વિસ્તારમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો ઓછો અને કેમેરા સામે તેમજ સોશ્યલ મીડિયામાં ચમકવાનો વધુ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ​જૂનાગઢના મેયર ધર્મેશ પોસિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું છે. મુખ્યમંત્રીના આહવાનને ઝીલી લઈને આજે ગાંધી ચોક વિસ્તારમાં સફાઈ અંતર્ગત આ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, આ ઝુંબેશમાં તંત્ર અને સ્થાનિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાના દાવા વચ્ચે જનતામાં ભારે ગણગણાટ શરૂ થયો હતો, કારણ કે જે રોડ પહેલેથી જ સાફ હતા ત્યાં જ નેતાઓ સાવરણા લઈને ઉતરી પડ્યા હતા. ​ગાંધી ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ શહેરના વિવિધ સેવાભાવી એનજીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ હાથમાં સાવરણા અને સફાઈના સાધનો પકડીને માત્ર મીડિયાના કેમેરા સામે પોઝ આપ્યા હતા. શહેરના જે બિસ્માર અને ગંદકીથી ખદબદતા વિસ્તારો છે તેને ભગવાન ભરોસે છોડીને, સાફ રોડ પર સફાઈના સ્ટંટ કરતા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા, અધિકારીઓ અને કર્મચારીઓ કેમેરામાં કેદ થયા હતા. માત્ર સફાઈ ઝુંબેશના નામે આખું ડિંડક ઊભું કરવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. ​બીજી તરફ, મેયર ધર્મેશ પોસિયાએ જૂનાગઢના નગરજનોને હૃદયપૂર્વક નમ્ર અપીલ કરતા ઉમેર્યું હતું કે, માત્ર તંત્રના કામ કરવાથી શહેર સ્વચ્છ નહીં બને, પરંતુ તેમાં જનભાગીદારી જરૂરી છે. આપણે સૌએ જાગૃત નાગરિક તરીકે ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં અને ઘર-શેરી સ્વચ્છ રાખવા જોઈએ. જોકે, મેયરની આ શિખામણ સામે લોકો કટાક્ષ કરી રહ્યા છે કે, નેતાઓ પહેલા પોતાની શેરીઓ અને ગંદા વિસ્તારોમાં જઈને વાસ્તવિક કામગીરી કરે, સાફ રસ્તાઓ પર સાવરણા ફેરવીને વાહવાહી લૂંટવાના સ્ટંટ બંધ કરે તો જ જૂનાગઢ સાચા અર્થમાં સ્વચ્છ જૂનાગઢ બની શકશે.
    Click here to Read More
    Previous Article
    2027માં સરકાર ઉખેડી નાખવાની ચીમકી:જેતપરમાં 12 જિલ્લાના ખેડૂતોની બેઠક; પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માગ
    Next Article
    इराक़ में लाखों लोग ख़ामेनई के जनाज़े में शामिल हुए, युद्ध के लिए तैयार होने लगे ईरान-US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment