Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ:પીડિતાએ હિંમત દાખવી મિત્રની મદદ લીધી, રૂમમાં મોબાઈલ ગોઠવી વીડિયોમાં કરતૂત કેપ્ચર કરી; પૂજારીની ધરપકડ

    2 days ago

    વડોદરામાં એક સગીરાનો ગુસ્સો શાંત કરવા અને સ્વભાવ સુધારવા માટે માતા-પિતાએ ઘરે પૂજા-વિધિ માટે એક પૂજારીને બોલાવ્યો હતો. આ પૂજારી નરેન્દ્ર ભટ્ટે ધાર્મિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જઈ સગીરા પર દુષ્કૃત્ય આચર્યું હતું. પ્રથમ ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ બીજી વખત હિંમત દાખવી, મિત્રની મદદથી મોબાઈલ કેમેરા ગોઠવી આખી કરતૂત વીડિયોમાં કેપ્ચર કરી લીધી હતી. આ મજબૂત પુરાવા સાથે સગીરાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક આરોપી પૂજારી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે માતા-પિતાને બાળકો સાથે સંવાદ રાખવા અને દીકરીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે. માતા-પિતાએ જ પૂજારીને ઘરે આવી વિધિ કરવા કહ્યું હતું DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, પીડિતા તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશને આવી હતી. તેણે પોલીસને આવીને જણાવ્યું કે, તેની સાથે આવું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. આ બાબતે અમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દીકરી અવારનવાર ગુસ્સો કરતી અને ચીડાઈ જતી હતી. તેથી તેના માતા-પિતાને લાગ્યું કે, કોઈ પૂજારી દ્વારા પૂજાવિધિ કરાવવામાં આવે, તો દીકરીનો ગુસ્સો શાંત થઈ જશે અને તેના સ્વભાવની સમસ્યાઓ દૂર થશે. આ હેતુથી માતા-પિતાએ જ પૂજારીને ઘરે આવીને વિધિ કરવા માટે કહ્યું હતું. પહેલી વાર પૂજારી દુષ્કર્મ આચરતા પીડિતા ગભરાઈ ગઈ હતી પીડિતાના જણાવ્યા પ્રમાણે, આ પૂજારી તેના ઘરે બે વખત આવ્યો હતો. પહેલી વાર જ્યારે પૂજારી આવ્યો અને દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે દીકરી ગભરાઈ ગઈ હતી. પૂજારી તેને ધમકી આપતો હતો, જેથી દીકરીને લાગ્યું કે જો તે માતા-પિતાને કહેશે તો માતા-પિતા તેને જ મારશે, પરંતુ બીજી વખત દીકરીએ તેના મિત્રની મદદ લીધી હતી. તેણે કોઈ પણ રીતે મોબાઈલ કેમેરો ગોઠવીને આ આખી ઘટના વીડિયોમાં કેપ્ચર કરી લીધી હતી. ત્યારબાદ મિત્રની મદદથી તે અમારી પાસે આવી હતી અને અમે તરત જ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. માતા-પિતા અને દીકરીઓ બંને માટે એક મોટો પાઠ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કિસ્સો માતા-પિતા અને દીકરીઓ બંને માટે એક મોટો પાઠ છે. માતા-પિતાને પણ ખાસ કહેવાનું કે ખાસ કરીને ટીનએજ બાળકો સાથે એક હેલ્ધી કમ્યુનિકેશન રાખો. બાળકો પોતાની વાત તમને સંકોચ વિના કહી શકવા જોઈએ. આ કિસ્સામાં પણ દીકરી પહેલીવાર માતા-પિતાને કહેતા અચકાતી હતી, જેથી તેણે મિત્રની મદદ લેવી પડી હતી. જો માતા-પિતા બાળકોને સાંભળતા હોય, તો આવી ઘટનાઓ ન બને અથવા બને તો પણ શરૂઆતમાં જ અટકી જાય. દીકરીએ આનો વિરોધ કર્યો અને પુરાવા એકઠા કર્યા તેઓએ ઉમેર્યું હતું કે, અમારા ધ્યાને આવ્યું છે કે, આ પૂજારી કોઈ નાનકડા મંદિર સાથે જોડાયેલો છે. દીકરીના પિતા તેને સીધી રીતે નહીં, પણ વાયા-વાયા થોડું ઘણું ઓળખતા હતા. પિતાને એવું હતું કે આ પૂજારીએ બીજા ઘણા લોકોના કામ કર્યા છે, તો તે તેમની દીકરીનો સ્વભાવ પણ શાંત કરી દેશે અને તેની ખામીઓ દૂર કરશે. આ અંધશ્રદ્ધા કે આંધળા વિશ્વાસના કારણે તેઓ પૂજારીને ઘરે બોલાવતા હતા, અને ઘરે આવ્યા પછી પૂજારી દીકરીને અલગ રૂમમાં લઈ જતો હતો. પરંતુ દીકરીએ આનો વિરોધ કર્યો અને પુરાવા એકઠા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નજીવી બાબતે હત્યા:નાનામવા રોડ પર કાકા-ભત્રીજા પર ફાયરિંગ, ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત; બાઈક ચલાવવા મુદ્દે માથાકૂટ થયા બાદ કરાયો હુમલો
    Next Article
    Manipur Civil Society Groups Rush To Delhi, Seek NRC Before Census To Identify Illegal Immigrants

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment