Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નજીવી બાબતે હત્યા:નાનામવા રોડ પર કાકા-ભત્રીજા પર ફાયરિંગ, ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત; બાઈક ચલાવવા મુદ્દે માથાકૂટ થયા બાદ કરાયો હુમલો

    2 days ago

    રાજકોટમાં ફાયરિંગ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ ઉપર આવેલા મોકાજી સર્કલ પાસે કાકા - ભત્રીજા પર ફાયરિંગ થતા ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મૃત્યુ થયું છે તો કાકાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી છે. નાનામવા રોડ પર નજીવી બાબતે ફાયરિંગ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નાનામવા રોડ પર નજીવી બાબતે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં કાકા અને ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગને કારણે ભત્રીજા કૃષ્ણરાજસિંહનું લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે તો કાકાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હત્યાની ઘટનામાં 7 થી 8 જેટલા શખ્સો સામેલ હાલ ફાયરિંગ બાદ હત્યાની ઘટનામાં 7 થી 8 જેટલા શખ્સો સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું તે અંગેનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સાંજના સમયે બાઈક ચલાવવા બાબતે માથાકૂટ થઈ : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ACP રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, સાંજના સમયે બાઈક ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ મવડીના નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેમના બે પુત્રો રાજવીર અને અભી વાળા દ્વારા મોકાજી સર્કલ પાસે રહેતા કાકા રહેન્દ્રસિંહ અને ભત્રીજા કૃષ્ણરાજસિંહ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મૃત્યુ થયું છે. જ્યારે કાકા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહના મૃતક અને તેનો પરિવાર કૌટુંબિક સગા થતા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ફાયરિંગ વિથ મર્ડર:નાનામવા રોડ પર કાકા-ભત્રીજા પર ફાયરિંગ, ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત
    Next Article
    વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ:પીડિતાએ હિંમત દાખવી મિત્રની મદદ લીધી, રૂમમાં મોબાઈલ ગોઠવી વીડિયોમાં કરતૂત કેપ્ચર કરી; પૂજારીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment