Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે બિલાડીનું પણ રજીસ્ટ્રેશન જરૂરી:અમદાવાદમાં ઘરમાં બિલાડીઓ રાખતાં લોકોએ ફોટા સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, વાંચો ક્યાં કેવી રીતે રજીસ્ટ્રેશન

    2 days ago

    જો હવે તમે ઘરમાં બિલાડી પાડતા હોય તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બિલાડીનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. શહેરમાં પેટ ડોગ (પાલતુ શ્વાન) રાખતા લોકોને ડોગનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડે છે ત્યારે હવે પાલતુ બિલાડી રાખનારા લોકોએ પણ તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પાલતુ બિલાડી ધરાવનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર 200 રૂપિયા ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં બિલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. CNDC વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન (Pet Dog) અને પાલતુ બિલાડી (Pet Cat) રાખતા તમામ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરની હદમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ) અને પાલતુ બિલાડી (પેટ કેટ) ના (પેટ પેરેન્ટસ્) માલિકો અને નાગરિકોએ નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશનો, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતોવખતની ગાઈડ લાઈન અને કાયદા મુજબ શહેરમાં રાખવામાં આવતા પાલતુ બિલાડી (પેટ કેટ)નું રજીસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવું જરૂરી બને છે. જેની નોંધણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી ફી ચુકવી, વિગતો ભરી, પુરાવા સબમીટ કરી નોંધણી કરાવવાની રહેશે. પાલતુ શ્વાન માટે 2000 અને બિલાડી માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે શહેરમાં પાલતુ શ્વાન અને પાલતુ બિલાડી રાખવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર અરજદારનું આધારકાર્ડ/ચૂંટણી કાર્ડ, ટેક્સ બિલ, લાઈટ બિલ તેમજ અરજદારનો ફોટોગ્રાફ્સ, પાલતું પ્રાણી નો ફોટોગ્રાફ અને તેને રાખવાના સ્થળનો ફોટોગ્રાફ સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પાલતુ શ્વાન માટે 2000 રૂપિયા અને બિલાડી માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે. કોઈપણ પ્રકારની વધારાની માહિતી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વેટરનિટી ડોક્ટરનો પણ સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને મોંઘા ગેજેટ્સ:60 ટકા ઓછું ભણેલા કોર્પોરેટરોને લેપટોપ પ્રિન્ટર અને મોબાઈલ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત, ચેરમેન મંજૂરીની મોહર મારી શકે
    Next Article
    વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ:પીડિતાએ હિંમત દાખવી મિત્રની મદદ લીધી, રૂમમાં મોબાલઈ ગોઠવી વીડિયોમાં કરતૂત કેપ્ચર કરી; પૂજારીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment