Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીડિત પરિવારની કલેકટરને રજૂઆત:કબ્રસ્તાનની દિવાલ પડતા માસૂમ બાળકનું મોતનો મામલો ગેરકાયદે બાંધકામ અટકાવી ન્યાય આપવા કલેક્ટરને રજૂઆત

    9 hours ago

    મહેસાણામાં ગત 5 જુલાઈ 2026ના રોજ એક કરુણ ઘટના સામે આવી હતી.જેમાં કબ્રસ્તાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં રુદ્ર દેવીપૂજક નામના માસૂમ બાળકનું દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે મૃતક બાળકના દાદા બળદેવભાઈ દેવીપૂજકે મહેસાણા જિલ્લા કલેક્ટરને એક લેખિત અરજી સુપ્રત કરી ન્યાયની ગુહાર લગાવી છે. બેથી ત્રણ ફૂટ જેટલી જગ્યા આગળ દબાવીને ગેરકાયદેસર રીતે નવી દિવાલ ઊભી કરી દેવાઈ અરજદારે પોતાની રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, આ કબ્રસ્તાનની દીવાલ અવારનવાર ધરાશાયી થાય છે અને દર વખતે જ્યારે નવી દિવાલ બનાવવામાં આવે છે ત્યારે બેથી ત્રણ ફૂટ જેટલી જગ્યા આગળ દબાવીને ગેરકાયદેસર રીતે નવી દિવાલ ઊભી કરી દેવામાં આવે છે. આ વખતે પણ દિવાલ પડ્યા બાદ ફરીથી આવી જ રીતે ગેરકાયદેસર રીતે આગળ વધીને નવું બાંધકામ ન કરાય એવી પરિવાર વતી માંગ કરવામાં આવી છે. તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તેમને વહેલામાં વહેલો ન્યાય અપાવે પીડિત પરિવારે કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે, કલેક્ટર સાહેબ પોતે આ મામલે વ્યક્તિગત રસ દાખવી હાજર રહે અને સરકારી તંત્ર દ્વારા આ જગ્યાની કાયદેસરની માપણી તથા સર્વે કરાવવામાં આવે. કબ્રસ્તાનની મિલકતની જે કાયદેસરની હદ નક્કી થાય, તેની અંદર જ જો નવી દીવાલ બનાવવામાં આવશે તો કોઈ વાંધો નથી પરંતુ, જો ફરીથી ગેરકાયદેસર રીતે દીવાલ આગળ વધારીને બનાવવાનો પ્રયાસ થશે તો આ મામલે તેઓ કાયદેસર કોર્ટના દ્વાર ખટખટાવશે અને ફરિયાદ દાખલ કરશે. અરજીમાં એ પણ જણાવ્યું કે, જ્યાં સુધી કોર્ટનો કોઈ આખરી હુકમ ન મળે ત્યાં સુધી સ્થળ પર કોઈપણ પ્રકારનું નવું દીવાલનું બાંધકામ થવા દેવામાં ન આવે. પોતાના વહાલસોયા પૌત્રને ગુમાવી ચૂકેલા પરિવારે અત્યંત નમ્રતાપૂર્વક વિનંતી કરી છે કે, તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તેમને વહેલામાં વહેલો ન્યાય અપાવે.
    Click here to Read More
    Previous Article
    બહુસ્મરણા માતાજી મંદિરે બ્રાહ્મણ સમાજની ચિંતન શિબિર યોજાઈ:ડેપ્યુટી મેયર સહિત આગેવાનોએ સમાજના વિકાસ પર ચર્ચા કરી
    Next Article
    Watch: 10 Decisions By Referee That Forced Egypt To Say World Cup Is 'Fixed'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment