Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુસ્મરણા માતાજી મંદિરે બ્રાહ્મણ સમાજની ચિંતન શિબિર યોજાઈ:ડેપ્યુટી મેયર સહિત આગેવાનોએ સમાજના વિકાસ પર ચર્ચા કરી

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા વઢવાણ-કોઠારીયા હાઈવે પર આવેલા બહુસ્મરણા માતાજીના મંદિરે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના આયોજનને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઈ ભટ્ટ અને મંત્રી ચેતનભાઈ ત્રિવેદી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિરમાં ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત-ગમત, તબીબી સેવા, ધંધા-રોજગાર અને બાળકોના શિક્ષણ જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના વિકાસ માટે નવા આયામો અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ સૂચનો રજૂ કરાયા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે, આવી ચિંતન શિબિરો સમાજમાં એકતા, સહકાર અને વિકાસલક્ષી વિચારધારાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમનું સમાપન સૌના સહકાર અને આભારવિધિ સાથે કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    Iran-US Deal: Trump ने तोड़ी डील, ईरान की धमकी,अमेरिका का साथ देने वाले देशों पर हमला? | Top News
    Next Article
    પીડિત પરિવારની કલેકટરને રજૂઆત:કબ્રસ્તાનની દિવાલ પડતા માસૂમ બાળકનું મોતનો મામલો ગેરકાયદે બાંધકામ અટકાવી ન્યાય આપવા કલેક્ટરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment