Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મામાં કેનાલમાંથી દુપટ્ટો બાંધેલી હાલતમાં સગીરા-યુવકનો મૃતદેહ મળ્યાં:પિતાએ એક દિવસ પહેલા જ દિકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસ તપાસ શરૂ

    13 hours ago

    ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામની એક સગીરા અને ગામના જ યુવકના મૃતદેહ રામગઢ નજીક કેનાલના સાયફનમાંથી મળી આવ્યા છે. બંનેના મૃતદેહ કમરે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં હતા. સગીરાના પિતાએ અગાઉ તેની ગુમ થવા અંગે મૃતક યુવક સામે શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહોને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંબોઈ ગામની 15 વર્ષીય સગીરા તેના દિવ્યાંગ માતા-પિતા સાથે ઘરના ધાબા પર સૂતી હતી. મોડી રાત્રે વરસાદ શરૂ થતાં માતા-પિતા જાગી ગયા ત્યારે દીકરી ગાયબ હતી. દિવસભર શોધખોળ છતાં ન મળતા, પિતાએ મંગળવારે રાત્રે ચાણસ્મા પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ગામના સંજયજી અજમલજી ઠાકોર સામે દીકરીને ભગાડી જવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન, બુધવારે વહેલી સવારે ચાણસ્મા-હારીજ હાઈવે પર રામગઢ નજીક કેનાલના સાયફનમાંથી આ સગીરા અને સંજયજી ઠાકોરના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના કમરે દુપટ્ટો બાંધેલો હતો. કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એન. પંડ્યા સહિતનો સ્ટાફ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ચાણસ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી બંને શબને પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. સગીર વયની દીકરીના મોતથી દિવ્યાંગ માતા-પિતા શોકમાં ગરકાવ થયા છે. ચાણસ્મા પોલીસે આ મામલે કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મમતાએ ઘરની બહાર 3 લોકોને થપ્પડ મારી:કોલકાતામાં TMC-BJP કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, ઇંડા ફેંકવાનો આરોપ
    Next Article
    રાજકોટ જિલ્લા પંચાયતની કાલે પ્રથમ સામાન્ય સભા:ચૂંટાયેલી બોડી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરાશે, અધૂરા કામો માટે મુદત વધારો આપવાની દરખાસ્ત અંગે નિર્ણય થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment