Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાએ ઘરની બહાર 3 લોકોને થપ્પડ મારી:કોલકાતામાં TMC-BJP કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, ઇંડા ફેંકવાનો આરોપ

    15 hours ago

    મમતા બેનર્જીને બુધવારે પોતાના ઘરની બહાર ત્રણ લોકોને થપ્પડ મારતા અને પીઠ પર મારતા જોવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના બારુઈપુરમાં 11 વર્ષની બાળકીના રેપ-મર્ડરના વિરોધમાં બુધવારે કોલકાતાના કાલીઘાટમાં રેલી કાઢવામાં આવી રહી હતી. આરોપ છે કે BJP કાર્યકર્તાઓએ રેલીનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા અને TMC વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને ઇંડા ફેંક્યા. હોબાળો વધતા મમતા બેનર્જી પોતાના આવાસમાંથી બહાર આવ્યા. તેમણે લોકોને ત્યાંથી હટી જવા અપીલ કરી અને હાથના ઇશારાથી ભીડને પાછળ જવા કહ્યું. જોકે, ઘણા લોકો ત્યાં જ ઊભા રહીને મોબાઈલથી વીડિયો બનાવતા રહ્યા. આ દરમિયાન મમતાએ પોતાનો સંયમ ગુમાવ્યો અને એક વ્યક્તિને થપ્પડ મારી દીધી. ત્યારબાદ બે લોકોની પીઠ પર માર્યું. જે લોકોને મમતાએ માર્યા, તેમની ઓળખ થઈ નથી. મમતાએ કહ્યું કે બંગાળમાં સંપૂર્ણપણે અરાજકતા ફેલાઈ ગઈ છે. બંગાળ પોલીસ BJP કાર્યકર્તાઓની જેમ કામ કરી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ રેલી કલકત્તા હાઈકોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ કાઢવામાં આવી હતી. જોકે, આખા રસ્તા દરમિયાન બંને પક્ષના કાર્યકરો સામસામે આવતા રહ્યા, જેના કારણે દક્ષિણ કોલકાતાના ઘણા વિસ્તારોમાં તણાવનો માહોલ સર્જાયો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો. સમાચારને સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Tech launches (July 8, 2026): WhatsApp Meta Business Agent, Skullcandy Method 360 ANC, Dreame L50 series, more
    Next Article
    ચાણસ્મામાં કેનાલમાંથી દુપટ્ટો બાંધેલી હાલતમાં સગીરા-યુવકનો મૃતદેહ મળ્યાં:પિતાએ એક દિવસ પહેલા જ દિકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસ તપાસ શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment