Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વણકર સમાજ ભવનનું નિર્માણ કાર્ય પ્રગતિમાં:વિદ્યાર્થીઓને અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને શિક્ષણ માટે આધુનિક સુવિધાઓ મળશે

    9 hours ago

    પાટણમાં વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના હોદ્દેદારોએ પદ્મનાભ મંદિર સામે નિર્માણાધીન સમાજ ભવન અને લાયબ્રેરીના બાંધકામની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલ પરમાર, મહામંત્રી મુકેશ પરમાર, ખજાનચી રમેશ જાદવ અને કારોબારી સભ્યોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પ્રમુખ ડૉ. અનિલ પરમારે જણાવ્યું કે, સમાજ ભવનનું બે માળનું આર.સી.સી. બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ચણતર, ફ્લોરિંગ, પ્લમ્બિંગ અને પાઇપ ફિટિંગ સહિતની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને શિક્ષણ માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ સમાજ ભવનમાં લાયબ્રેરી, કમ્પ્યુટર સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તાલીમની વ્યવસ્થા કરાશે. આનાથી સમાજના યુવક-યુવતીઓ ક્લાસ-૧ થી ક્લાસ-૩ સુધીની સરકારી ભરતી પરીક્ષાઓ માટે યોગ્ય તૈયારી કરી સફળતા મેળવી શકશે. સમાજ ભવનમાં આશરે ૬૦ x ૫૩ ફૂટનો એક વિશાળ હોલ તૈયાર થઈ રહ્યો છે, જ્યાં લગભગ ૨૫૦ લોકો બેઠકો, તાલીમ કાર્યક્રમો અને સામાજિક પ્રસંગો યોજી શકશે. બીજા માળે છ એસી રૂમ, વિશાળ પેસેજ અને જરૂરી શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ડૉ. અનિલ પરમારે સ્પષ્ટ કર્યું કે આ સમાજ ભવન કોઈ વ્યક્તિગત હેતુ માટે નહીં, પરંતુ વણકર સમાજના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્માણ પામી રહ્યું છે. સમાજના 135 ગામોના લોકો, દાતાઓ અને આગેવાનો તરફથી મળતો સહયોગ પ્રશંસનીય છે. ટ્રસ્ટનો સંકલ્પ આગામી દિવાળી પહેલાં ઓછામાં ઓછા બે માળ સંપૂર્ણ તૈયાર કરવાનો છે. તેમણે સમાજના તમામ દાતાઓ, શુભેચ્છકો અને સેવાભાવી નાગરિકોને અપીલ કરી કે કોઈપણ મતભેદ ભૂલીને શિક્ષણના આ પવિત્ર કાર્યમાં યથાશક્તિ દાન આપી સહભાગી બને. આ સંસ્થાને આપવામાં આવતું દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્તિના લાભ માટે પણ પાત્ર છે. વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સમાજ ભવન અને લાયબ્રેરીના નિર્માણ માટે સમાજજનોને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે. દાન આપવા અથવા વધુ માહિતી માટે 9723719773 પર સંપર્ક કરવા અથવા ટ્રસ્ટના હોદ્દેદારો અને કારોબારી સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    પાણીમાં તણાતા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત:ભારે વરસાદ વચ્ચે પાંડેસરાના નાગસેનનગરમાં દુર્ઘટના, પરિવારમાં આક્રંદ
    Next Article
    Sri Lanka To Convert Hospital Into Prison After Deadly Riot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment