Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા ક્રાઈમ અપડેટ:બળાત્કારની કોશિશ કરનારને 10 વર્ષની સખત કેદ, ચાર વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં આજે ગુનાખોરીની બે ઘટનાઓ બની છે જેમાં ઇડરમાં બાળકી પર બળાત્કારની કોશિશ કરનારને કોર્ટે 10 વર્ષની સખત કેદન સજા સંભળાવી છે, તો હિંમતનગરમાં ચાર વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો છે. ઇડરમાં બાળકી પર બળાત્કારની કોશિશ કરનારને 10 વર્ષની સખત કેદ સાબરકાંઠાના ઇડર તાલુકાના એક ગામમાં 11 વર્ષીય બાળકી સાથે બળાત્કારની કોશિશ કરવાના કેસમાં આજે ઇડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.31 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ભોગ બનનાર બાળકીને રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજના સમયે એક ગામની પ્રાથમિક શાળામાં 11 વર્ષ, 6 મહિના અને 7 દિવસની બાળકી પાણી પીવા ગઈ હતી. આ દરમિયાન ગામના વાઘરીવાસમાં રહેતા 23 વર્ષીય અજય વાઘરીએ બાળકી સગીર હોવાની જાણ હોવા છતાં તેને શાળાના કમ્પાઉન્ડમાંથી બળજબરીપૂર્વક મુતરડીમાં લઈ ગયો હોવાનો આરોપ હતો. આરોપીએ બાળકી સાથે અડપલાં કરી બળાત્કાર કરવાની કોશિશ કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. બૂમો સાંભળી વિશાલભાઈ અને રસિકભાઈ ત્યાં પહોંચ્યા હતા અને આરોપીને પકડી પાડ્યો હતો. જોકે, આરોપીએ વિશાલભાઈને બચકું ભરી માથામાં મુક્કો મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આરોપીએ બાળકી સાથે અડપલાં કરી બળાત્કાર કરવાની કોશિશ કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. બૂમો સાંભળી વિશાલભાઈ અને રસિકભાઈ ત્યાં પહોંચ્યા હતા અને આરોપીને પકડી પાડ્યો હતો. જોકે, આરોપીએ વિશાલભાઈને બચકું ભરી માથામાં મુક્કો મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ અંગે બાળકીના પરિવારજનો દ્વારા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. હિંમતનગરમાં ચાર વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો સાબરકાંઠા SOGની ટીમે છેલ્લા ચાર વર્ષથી ફરાર ચોરીના એક આરોપીને હિંમતનગરમાંથી પકડી પાડ્યો છે. બાતમીના આધારે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢના કોટડામાં રહેતા 29 વર્ષીય ખુમારામ ઉર્ફે યોગી શંકરલાલ સાલવીને હિંમતનગર ન્યાય મંદિર નજીક રોડ પરથી પકડવામાં આવ્યો હતો. આરોપી સામે જાદર પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ચાર ગુના અને ઈડર પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક ગુનો, એમ કુલ પાંચ ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં ચોરી, વીજળીના સાધનો સંબંધિત ગુનાઓ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ કેસ દાખલ કરાયા છે. આરોપીની BNSની 35(1)(જે) મુજબ અટકાયત કરવામાં આવી છે. તેને આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોને રાહત:અમરેલી, ભાવનગર અને જામનગરના ધ્રોલમાં વરસાદ, 12મીથી ધોધમાર વરસાદની આગાહી
    Next Article
    "Jacob's Right": Ex-Google DeepMind Researcher Backs Anthropic Scientist's 'AI Could Kill Us' Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment